Not Set/ પાકિસ્તાન ભલે નનૈયો ભણતું,મસુદના ભાઈએ જ સ્વીકાર્યું : ભારતે કરી છે એર સ્ટ્રાઈક

દિલ્હી, ભારતે બાલાકોટમાં કરેલી એર સ્ટ્રાઈકને ભલે પાકિસ્તાન સ્વીકારતું ના હોય પરંતુ આ હુમલાનો જૈશ એ મોહમ્મદ ના  સર્વેસર્વા મૌલાના મસૂદ અઝહરના નાના ભાઈએ પોતે જ સ્વીકાર કર્યો છે. મૌલાના મસૂદ અઝહરના નાના ભાઈ મૌલાના અમ્મારે એક ઓડિયો ક્લિપમાં એ વાતનો સ્વિકાર કર્યો છે કે, ભારતીય યુદ્ધ વિમાનોએ ખૈબર પુખ્તુનખ્વા પ્રાંતના બાલાકોટમાં મોટી કાર્યવાહી કરી […]

Top Stories India Trending
ww0 11 પાકિસ્તાન ભલે નનૈયો ભણતું,મસુદના ભાઈએ જ સ્વીકાર્યું : ભારતે કરી છે એર સ્ટ્રાઈક
દિલ્હી,
ભારતે બાલાકોટમાં કરેલી એર સ્ટ્રાઈકને ભલે પાકિસ્તાન સ્વીકારતું ના હોય પરંતુ આ હુમલાનો જૈશ એ મોહમ્મદ ના  સર્વેસર્વા મૌલાના મસૂદ અઝહરના નાના ભાઈએ પોતે જ સ્વીકાર કર્યો છે.
મૌલાના મસૂદ અઝહરના નાના ભાઈ મૌલાના અમ્મારે એક ઓડિયો ક્લિપમાં એ વાતનો સ્વિકાર કર્યો છે કે, ભારતીય યુદ્ધ વિમાનોએ ખૈબર પુખ્તુનખ્વા પ્રાંતના બાલાકોટમાં મોટી કાર્યવાહી કરી છે.
સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ક્લિપમાં મૌલાના અમ્માર ધાર્મિક શિક્ષાના કેન્દ્ર પર બોમ્બમારો થયો હોવાની વાત કરી રહ્યા છે.તેના સિવાય ભારતના લડાકુ વિમાનોએ જેહાદનુ પ્રશિક્ષણ જ્યાં અપાય છે તે સ્થળો પર બોમ્બ પડવા સામે નારાજગી જતાવી છે.
એક ઓડિયોમાં અમ્માર એ વાત કહેતા સાંભળી શકાય છે કે ભારતીય જેટે કોઈ સુરક્ષિત ઘર કે મિલેટ્રી કેમ્પ પર બોમ્બ નથી ફેંક્યા પરંતુ, એક મર્કઝ પર હુમલો કર્યો. મર્કઝ એક પ્રકારનું ધાર્મિક સેન્ટર છે જ્યાં જેહાદ અંગે ભણાવવામાં આવે છે. તે યુદ્ધની જાહેરાત જેવું જ છે. મૌલાના અમ્માર એ વાતને લઈને ખુબ જ નારાજ છે, કે જ્યાં જેહાદના પાઠ ભણાવવામાં આવી રહ્યાં હતાં ત્યા ભારતીય યુદ્ધ વિમાનોએ વિનાર વેર્યો.
મૌલાના કહે છે કે આજે જ્યારે દુશ્મનોએ પહાડો પાર કરીને ઈસ્લામિક સેન્ટર પર હુમલો કર્યો ત્યારે દુશ્મને પોતે જ તમામ સવાલોનો જવાબ આપી દીધો છે.દુશ્મને એટલે કે ભારતે જંગની શરુઆત કરી દીધી છે.
અમ્માર એ પણ કહે છે કે, ભારતના યુદ્ધ વિમાનોએ કોઈ સુરક્ષા દળની પોસ્ટને નિશાન નથી બનાવ્યું, કોઈ પણ એજન્સીના હેડક્વાર્ટર પર બોમ્બ નથી ફેંક્યા. પરંતુ આપણા કેમ્પને નિશાન બનાવવામાં આવ્યો જ્યાં સ્ટૂડંટ જેહાદના પાઠ ભણે છે. જેથી કરીને તે કાશ્મીરના મુસલમાનોની મદદ કરી શકે.
અમ્માર એમ પણ કહેતો સંભળાય છે કે, આ વિદ્યાર્થીઓ કાશ્મીરની સમસ્યાને પોતાની બનાવવા વિશે ભણી રહ્યાં છે. આ ઉપરાંત કહેવામાં આવ્યું છે કે, આપણા પર હુમલો કરવામાં આવ્યો છે. ભારત ઈચ્છે છે કે આપણે તેમના વિરૂદ્ધ જેહાદ શરૂ કરીએ.