Not Set/ પેટાચૂંટણીમાં એકલી ઉતરશે બસપા, આ શરતો પર આગળ ચાલી શકે છે બસપા-સપા ગઠબંધન

બસપા પ્રમુખ માયાવતીએ મીડિયાને સંબોધિત કરતા એલાન કર્યું છે કે બસપા વિધાનસભા પેટાચૂંટણી એકલી લડશે. સાથે જ તેઓએ ગઠબંધન જારી રાખવા માટે આ શરતોને રાખી છે. માયાવતીએ કહ્યું કે અખિલેશ અને ડિમ્પલથી સંબંધો ક્યારે પૂર્ણ ના થયા તેવા મેં હમેશાં  પ્રયત્ન કર્યા છે. સમાજવાદી પાર્ટીમાં આંતરીક થયું છે જેના પરિણામે તેમના મજબૂત ઉમેદવારો હારી ગયા. […]

Top Stories India
a 5 પેટાચૂંટણીમાં એકલી ઉતરશે બસપા, આ શરતો પર આગળ ચાલી શકે છે બસપા-સપા ગઠબંધન

બસપા પ્રમુખ માયાવતીએ મીડિયાને સંબોધિત કરતા એલાન કર્યું છે કે બસપા વિધાનસભા પેટાચૂંટણી એકલી લડશે. સાથે જ તેઓએ ગઠબંધન જારી રાખવા માટે આ શરતોને રાખી છે.

માયાવતીએ કહ્યું કે અખિલેશ અને ડિમ્પલથી સંબંધો ક્યારે પૂર્ણ ના થયા તેવા મેં હમેશાં  પ્રયત્ન કર્યા છે. સમાજવાદી પાર્ટીમાં આંતરીક થયું છે જેના પરિણામે તેમના મજબૂત ઉમેદવારો હારી ગયા. મત નહીં મળ્યાના કારણે જ ડિમ્પલ યાદવ, અક્ષય યાદવ અને ધર્મેન્દ્ર યાદવને હારનો સામનો કરવો પડ્યો.

માયાવતીએ ફરીવાર કહ્યું કે મહાગઠબંધનને યાદવ મત નથી મળ્યા. અખિલેશ તમારા લોકોને મિશનરી બનાવો. અમે વર્તમાન પરિસ્થિતિમાં પેટાચૂંટણીમાં એકલા જ લડવાનું નક્કી કર્યું છે.

માયાવતીએ કહ્યું કે અખિલેશએ સારું કામ કર્યું તો ફરી મળીશું.તેઓએ પેટાચૂંટણી એકલા લડવાની વાત કરતા કહ્યું કે ગઠબંધન હમેશાં માટે સમાપ્ત નત્થી થઇ રહ્યું. જો અમને લાગે છે કે સપાએ આ પરિસ્થિતિમાં છે ગઠબંધનથી લાભ થઈ શકે છે તો અમે ચોક્કસપણે સાથે આવીશું નહીં તો પછી અલગ અલગ રહેવુંએ વધારે સારું છે.

માયાવતીએ કહ્યું કે અખિલેશ યાદવ અને ડિમ્પલ યાદવે મને ખૂબ માન આપ્યું અને મેં પણ દેશ અને સમાજમાં હિતમાં જૂના મતભેદ ભૂલી તેમનો આદર કર્યો. અમારા સંબંધો રાજકીય નથી અને હંમેશાં રહેશે.