Not Set/ પુલવામા હુમલો જૈશ-એ-મોહમ્મદે કર્યો, પરંતુ પાક પર ખોટો આરોપ લગાવામાં આવ્યો: મુશર્રફ

દિલ્હી, પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફે કહ્યું છે કે પુલવામા હુમલો જૈશ-એ-મોહમ્મદે કર્યો છે, પરંતુ પાકિસ્તાન પર અથવા તેની સરકાર પર આનો આરોપ લગાવો ઠીક નથી. પરવેઝ મુશર્રફે કહ્યું હતું કે લશ્કર અને જૈશ જેવા સંગઠન 1991 થી છે, તે વિચારવું ખોટું છે કે તેઓ પાકિસ્તાનની સરકારના નિયંત્રણ હેઠળ છે. એક ખાનગી ન્યુઝ ચેનલ […]

Top Stories India Trending
01 1 પુલવામા હુમલો જૈશ-એ-મોહમ્મદે કર્યો, પરંતુ પાક પર ખોટો આરોપ લગાવામાં આવ્યો: મુશર્રફ

દિલ્હી,

પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફે કહ્યું છે કે પુલવામા હુમલો જૈશ-એ-મોહમ્મદે કર્યો છે, પરંતુ પાકિસ્તાન પર અથવા તેની સરકાર પર આનો આરોપ લગાવો ઠીક નથી. પરવેઝ મુશર્રફે કહ્યું હતું કે લશ્કર અને જૈશ જેવા સંગઠન 1991 થી છે, તે વિચારવું ખોટું છે કે તેઓ પાકિસ્તાનની સરકારના નિયંત્રણ હેઠળ છે.

એક ખાનગી ન્યુઝ ચેનલ સાથે વાતચીત કરતા મુશર્રફે કહ્યું હતું કે જૈશના માટે કોઈ પણ રીતની સહાનુભુતિ ન મારામાં છે અને ના કોઈ પણ પાકિસ્તાનીઓમાં છે. પુલવામાં હુમલો જૈશ-એ-મોહમ્મદે કર્યો છે અને આ તેનો પોતે માન્યું છે, પરંતુ પાકિસ્તાન સરકારે તેને આમ કહેવાનું કહ્યું છે આવુ વિચારવું એ યોગ્ય નથી. બંને વચ્ચે અંતર છે. પાકિસ્તાન સરકાર આમાં સામેલ છે એ વાતનો મને વિશ્વાસ નથી.

મુશર્રફે કહ્યું હતું કે લશ્કર અને જૈશ જેવા સંગઠન આજકાલના નથી. તેઓ 1991 થી કાશ્મીરમાં સક્રિય છે. એ વિચારવું ખોટું છે કે તેઓ પાકિસ્તાની સરકારના નિયંત્રણ હેઠળ છે. જો ભારત ખરેખર આવી ઘટનાઓથી બચવા માંગે છે તો તેને કાશ્મીરની સમસ્યાનું નિરાકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

મુશર્રફે વધુમાં કહ્યું કે ઇમરાન ખાન પાકિસ્તાનના સૌથી સ્વતંત્ર વડા પ્રધાન પૈકી એક છે. ભારતે તેમની વાત સાંભળવી જોઈએ. ભારતમાં જે બદલો-બદલાનો અવાજ ગુંજી રહ્યો છે તેની બંધ કરવો જોઇએ. પાકિસ્તાન ભૂટાન જેવો દેશ નથી જ્યાં ભારત ઘુસી જશે અથવા હુમલો કરી દેશે. જો પાકિસ્તાન વિરુદ્ધ કાંઈ થાય તો તે ભારતની મોટી ભૂલ હશે અને પાકિસ્તાન તેની બધી તાકતથી તેનો સામનો કરશે.