Not Set/ આખરે કોણે આપી પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી !

દિલ્લી વડાપ્રધાન મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓના હોશ ઉડી ગયા હતા. મુખ્તાર અલી નામના વ્યક્તિએ દિલ્લી પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને પીએમ મોદીને મારી નાખવાની ધમકી આપી હતી એટલું જ નહી પણ અપશબ્દો પણ કહ્યા હતા. દિલ્લી પોલીસે આ વાતની જાણકારી આઈબી અને એસપીજી સહિત બીજી એજન્સીઓને આપી દીધી હતી. મોડી […]

Top Stories India Trending
Modi આખરે કોણે આપી પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી !

દિલ્લી

વડાપ્રધાન મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓના હોશ ઉડી ગયા હતા. મુખ્તાર અલી નામના વ્યક્તિએ દિલ્લી પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને પીએમ મોદીને મારી નાખવાની ધમકી આપી હતી એટલું જ નહી પણ અપશબ્દો પણ કહ્યા હતા.

દિલ્લી પોલીસે આ વાતની જાણકારી આઈબી અને એસપીજી સહિત બીજી એજન્સીઓને આપી દીધી હતી. મોડી સાંજે પોલીસે આ શખ્સને આનંદ પર્વત વિસ્તારથી દબોચી લીધો હતો.

સુત્રોના જણાવ્યા પ્રમાણે દરજીનું કામ કરનાર આ વ્યક્તિએ દારૂ પીધેલી હાલતમાં પીસીઆરમાંથી કોલ કરીને આ ધમકી આપી હતી.

દિલ્લી પોલીસના વરિષ્ઠ અધિકારીઓના કહેવા પ્રમાણે સવારે ૧૧ વાગ્યે એક અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને પીએમ મોદીને મારી નાખવાની  ધમકી અને અપશબ્દો કહ્યા હતા.

ટેકનીકલ એક્સપર્ટ દ્વારા ખબર પડી કે આ કોલ આનંદ પર્વત વિસ્તારમાંથી કરવામાં આવ્યો હતો અને આરોપીએ આ કામ કર્યા બાદ પોતાનો ફોન પણ બંધ કરી દીધો હતો પરંતુ પોલીસને તેણે શોધવામાં સફળતા મળી હતી.

પોલીસે તપાસ દરમ્યાન આરોપીને નહેરુ વિહાર વિસ્તારમાંથી દરજીનું કામ કરનાર મુખ્તાર અલી નામક આરોપીની અટકાયત કરી હતી.

આઈબી,એસપીજી, સ્પેશ્યલ સેલ, ક્રાઈમ બ્રાંચ અને લોકલ પોલીસે આરોપીની પુછતાછ શરુ કરી દીધી હતી જે મોડી રાત સુધી ચાલી હતી. ત્યારબાદ આરોપીને લોકલ પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો અને તેની વિરુદ્ધ આવું કામ કરવા બદલ યોગ્ય કાનૂની પગલા લેવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું હતું.