Not Set/ નિર્ભયા કેસ/ સુપ્રીમ કોર્ટે દોષિતોને ફટકારી નોટીસ, 11 ફ્રેબ્રુઆરી કરશે વધુ સુનવણી

નિર્ભયાના ચાર દોષીઓને અલગ-અલગ ફાંસી આપવા વાળી કેન્દ્રની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી મુલતવી રાખવામાં આવી છે. આ કેસમાં હવે આગામી સુનાવણી 11 ફેબ્રુઆરીએ બપોરે 2 વાગ્યે કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે દોષિતોને નોટિસ ફટકારી છે કે તેઓએ તેમના કાનૂની વિકલ્પોનો વહેલી તકે ઉપયોગ કરવો જોઇએ. બે દિવસ પહેલા દિલ્હી હાઈકોર્ટે નિર્ભયાના દોષીઓને અલગ-અલગ ફાંસી આપવા […]

Top Stories India
nirbhaya નિર્ભયા કેસ/ સુપ્રીમ કોર્ટે દોષિતોને ફટકારી નોટીસ, 11 ફ્રેબ્રુઆરી કરશે વધુ સુનવણી

નિર્ભયાના ચાર દોષીઓને અલગ-અલગ ફાંસી આપવા વાળી કેન્દ્રની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી મુલતવી રાખવામાં આવી છે. આ કેસમાં હવે આગામી સુનાવણી 11 ફેબ્રુઆરીએ બપોરે 2 વાગ્યે કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે દોષિતોને નોટિસ ફટકારી છે કે તેઓએ તેમના કાનૂની વિકલ્પોનો વહેલી તકે ઉપયોગ કરવો જોઇએ. બે દિવસ પહેલા દિલ્હી હાઈકોર્ટે નિર્ભયાના દોષીઓને અલગ-અલગ ફાંસી આપવા પર કેન્દ્ર સરકારની માંગને ફગાવી દીધી હતી. આ પછી કેન્દ્રએ અરજી દાખલ કરીને સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો હતો.

આ અગાઉ એડિશનલ સોલિસિટર જનરલ કે.એમ.નટરાજે કેન્દ્રની તરફેણ કરીને ન્યાયમૂર્તિ એન.વી. રમણા, જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ ક્રિષ્ના મુરારીની ખંડપીઠ સમક્ષ તાત્કાલિક સુનાવણી માટે અરજીની સૂચના આપવા વિનંતી કરી હતી. નટરાજાએ કોર્ટને કહ્યું હતું કે જેલ પ્રશાસન આ કેસમાં દોષીતોને ફાંસી લગાડવામાં અસમર્થ છે જ્યારે તેમની પુનર્વિચારણા અરજીઓ ફગાવી દેવામાં આવી હતી અને તેમાંના ત્રણની સુધારાત્મક અરજીઓ અને દયા અરજીઓને પણ ફગાવી દેવામાં આવી હતી.

દિલ્હી હાઈકોર્ટે બુધવારે કહ્યું હતું કે ચારેય દોષીતોને એક સાથે ફાંસી આપવામાં આવશે, અલગથી નહીં. જ્યારે અદાલતે તેમને બાકીના કાનૂની વિકલ્પોનો ઉપયોગ કરવા માટે એક અઠવાડિયાની સમયમર્યાદા આપી.

તેમણે જણાવ્યું હતું કે જો દોષિતો હવેથી સાત દિવસની અંદર કોઈ પણ પ્રકારની અરજી દાખલ નહીં કરે, તો સંબંધિત સંસ્થાઓ / અધિકારીઓ કોઈ પણ વિલંબ કર્યા વિના કાયદા મુજબ કેસની કાર્યવાહી કરી શકે છે. હાઈકોર્ટના નિર્ણયના કલાકો બાદ કેન્દ્રએ તેની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી.

હાઈકોર્ટે કહ્યું કે નિર્ભયા કેસમાં ચારેય દોષીતોને એક સાથે ફાંસીની સજા થવી જોઈએ, અલગથી નહીં અને કોર્ટે સંબંધિત અધિકારીઓને આ વાત માટે દોષી પણ ઠેરવ્યા છે કે સુપ્રીમ કોર્ટે 2017 માં આરોપીની અપીલ ફગાવી દીધા પછી ડેથ વોરંટ ઇશ્યૂ કરવા પગલું ભર્યું નથી.

નીચલી અદાલતે 31 મી જાન્યુઆરીએ આ મામલે સુનાવણી તિહાર જેલમાં બંધ  મુકેશ કુમાર સિંહ (32), પવન ગુપ્તા (25), વિનય કુમાર શર્મા (26) અને અક્ષય કુમાર (31) ની સજાને આગળના આદેશો સુધી અટકાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.