Not Set/ નોઈડા/ ESIC હોસ્પિટલમાં ભીષણ આગ, દર્દીઓમાં અફરાતફરીનો માહોલ

નોઈડાના ESIC હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાના સમાચાર મળી રહ્યા છે. આ હોસ્પિટલ નોઈડા સેક્ટર 24 માં આવેલી છે. આગને કારણે લોકોમાં અફરાતફરી મચી ગઈ છે. જો કે હજી સુધી આગના કારણો જાણવા મળ્યા નથી. મળતી માહિતી મુજબ ફાયરની ત્રણ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. અને આગને કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. […]

India
aaaaaaaaaaaaaaaaaaaaaamay 4 નોઈડા/ ESIC હોસ્પિટલમાં ભીષણ આગ, દર્દીઓમાં અફરાતફરીનો માહોલ

નોઈડાના ESIC હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાના સમાચાર મળી રહ્યા છે. આ હોસ્પિટલ નોઈડા સેક્ટર 24 માં આવેલી છે. આગને કારણે લોકોમાં અફરાતફરી મચી ગઈ છે. જો કે હજી સુધી આગના કારણો જાણવા મળ્યા નથી. મળતી માહિતી મુજબ ફાયરની ત્રણ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. અને આગને કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલમાં આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. આપને જણાવી દઈએ કે, દિલ્હી એનસીઆરમાં આગની આ બીજી ઘટના છે.

આ પહેલા દિલ્હીના પાટપડગંજ વિસ્તારમાં આગ લાગવાના સમાચાર મળ્યા હતા. તેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આગ ત્રણ માળની બિલ્ડિંગમાં લાગી હતી. આ ત્રણ માળની બિલ્ડિંગ પાટપડગંજના ઔદ્યોગિક ક્ષેત્રમાં સ્થિત એક છપાઈ ફેક્ટરી છે. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. બચાવ કામગીરીના 35 ફાયરની ગાડીઓ સ્થળ પર દોડી આવી હતી.

મળતી માહિતી મુજબ આગ પહેલા ગ્રાઉન્ડ ફ્લોર પર શરૂ થઈ અને પછી ધીમે ધીમે ત્રીજા માળ સુધી ફેલાઈ ગઈ હતી.

આપને જણાવી દઈએ કે, દિલ્હીમાં આગની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી ચુકી છે. અગાઉ ગુરુવારે ઉત્તર પશ્ચિમ દિલ્હીના પીરાગધી વિસ્તારમાં બેટરી ફેક્ટરીમાં આગ ભભૂકી ઉઠી હતી અને ત્યારબાદ કારખાનાનો મોટો ભાગ એક વિસ્ફોટથી ધરાશાયી થઈ ગયો હતો. આ અકસ્માતમાં એક ફાયરમેનનું મોત નીપજ્યું હતું જ્યારે 14 અન્ય ફાયર વર્કર્સ ઘાયલ થયા છે.અધિકારીઓએ આ માહિતી આપી હતી.

તેમણે કહ્યું હતું કે બિલ્ડિંગની સંભાળ રાખનારા બે લોકો અને એક ચોકીદાર સહિત ઓછામાં ઓછા 18 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. મૃતક ફાયરમેન, જેની ઓળખ અમિત બાલિયન (20) છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.