Not Set/ ICC T20 મહિલા રેન્કિંગનાં શીર્ષ સ્થાને ભારતની ઓપનર શેફાલી વર્માએ મેળવી જગ્યા

ભારતની ઓપનર શેફાલી વર્માએ મંગળવારે જાહેર કરાયેલી તાજેતરની ICC T20 મહિલા રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાની બેથ મૂનીને પાછળ છોડી દીધી છે. ICC મહિલા T20 વર્લ્ડ કપ 2020 દરમિયાન પ્રથમ વખત નંબર 1 સ્થાન મેળવનારી સૈફાલી હવે મૂની કરતા બે રેટિંગ પોઈન્ટ આગળ છે.

Sports
શેફાલી વર્મા

ભારતની ઓપનર શેફાલી વર્માએ મંગળવારે જાહેર કરાયેલી તાજેતરની ICC T20 મહિલા રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાની બેથ મૂનીને પાછળ છોડી દીધી છે. ICC મહિલા T20 વર્લ્ડ કપ 2020 દરમિયાન પ્રથમ વખત નંબર 1 સ્થાન મેળવનારી સૈફાલી હવે મૂની કરતા બે રેટિંગ પોઈન્ટ આગળ છે.

આ પણ વાંચો – પ્રજાસત્તાક દિવસ / ગણતંત્ર દિવસનું આયોજન સ્વતંત્રતા દિવસ કરતા ઘણુ અલગ હોય છે, જાણો કેવી રીતે

ઓસ્ટ્રેલિયાની કેપ્ટન મેગ લેનિંગ અને ઓલરાઉન્ડર તાહલિયા મેકગ્રાએ એડિલેડમાં ઓપનિંગ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ T20 પ્લેયર રેન્કિંગમાં વધારો કર્યો છે. બંનેએ ઈંગ્લેન્ડ સામેની T20 સીરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તાજેતરનાં અપડેટ્સમાં કુઆલાલંપુરમાં તાજેતરમાં ખતમ થયેલી પાંચ ટીમોની ICC કોમનવેલ્થ ગેમ્સ ક્વોલિફાયર 2022 માં પ્રદર્શનનો સમાવેશ થાય છે, જેમાં શ્રીલંકાનાં કેપ્ટન ચમારી અથાપથુ ટૂર્નામેન્ટમાં 221 રન બનાવ્યા બાદ છ સ્થાનની છલાંગ લગાવીને આઠમાં સ્થાને છે. બાંગ્લાદેશની મુર્શિદા ખાતૂન કુલ 126 રન બનાવ્યા બાદ 35 સ્થાન આગળ વધીને 48માં સ્થાને પહોંચી ગઈ છે. ઈંગ્લેન્ડનાં ઓપનર ડેની વ્યાટ (70) અને ટેમી બ્યુમોન્ટ (30) (જેઓ પ્રથમ મેચમાં 82 રનની ભાગીદારીમાં સામેલ હતા) પણ આગળ વધ્યા છે. વ્યાટ ત્રણ સ્થાન આગળ વધીને 13માં અને બ્યુમોન્ટ બે સ્થાનની છલાંગ લગાવીને 16માં સ્થાને પહોંચી ગઇ છે અને તે કેપ્ટન હિથર નાઈટ સાથે ટોપ 20માં પણ છે.

આ પણ વાંચો – OMG! / એક તરફ પહાડ અને બીજી તરફ ખીણ, ડ્રાઇવરે યુ-ટર્ન લઇને કાર પર ચમત્કારિક કંટ્રોલ બતાવ્યો, Video

ન્યૂઝીલેન્ડની સોફી ડિવાઈનની આગેવાનીમાં ઓલરાઉન્ડરોની યાદીમાં અથાપથુ પણ એક સ્થાન આગળ વધીને સાતમાં સ્થાને પહોંચી ગઇ છે. બીજી તરફ બોલરોની રેન્કિંગમાં ટોચનાં ત્રણમાં કોઈ ફેરફાર થયો નથી, જેમાં ઈંગ્લેન્ડની સોફી એક્લેસ્ટોન અને સારાહ ગ્લેન અનુક્રમે પ્રથમ અને બીજા સ્થાને છે જ્યારે દક્ષિણ આફ્રિકાની શબનીમ ઈસ્માઈલ ત્રીજા સ્થાને છે. ભારતની દીપ્તિ શર્મા ચોથા સ્થાનેથી ઓસ્ટ્રેલિયાની મેગન શટ પર પ્રભુત્વ ધરાવે છે.