Not Set/ પાક ઈમરાન ખાનનું મોટું નિવેદન,પાક આવતીકાલે પાયલટ અભિનંદનને છોડી મૂકશે

ઈન્ડીયન એરફોર્સનો વિંગ કમાન્ડર અભિનંદન, જે પાકિસ્તાનની સેનાના કબજામાં છે. ઉલ્લેખનીય છે કે એક એરક્રાફ્ટ ક્રેશ થયા બાદ ભારતીય પાયલોટ અભિનંદને પાકિસ્તાનમાં પેરાશુટથી ઉતરવું પડ્યું હતું. આ પછી પાક સેનાએ અભિનંદનને કબજામાં લઈ લીધો હતો. ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને તેમની સંસદમાં જાહેરાત કરી છે કે તેઓ શાંતિ ઈચ્છે છે અને કાલે ભારતીય પાયલોટને મુક્ત […]

Top Stories India
mantavya 389 પાક ઈમરાન ખાનનું મોટું નિવેદન,પાક આવતીકાલે પાયલટ અભિનંદનને છોડી મૂકશે

ઈન્ડીયન એરફોર્સનો વિંગ કમાન્ડર અભિનંદન, જે પાકિસ્તાનની સેનાના કબજામાં છે. ઉલ્લેખનીય છે કે એક એરક્રાફ્ટ ક્રેશ થયા બાદ ભારતીય પાયલોટ અભિનંદને પાકિસ્તાનમાં પેરાશુટથી ઉતરવું પડ્યું હતું. આ પછી પાક સેનાએ અભિનંદનને કબજામાં લઈ લીધો હતો. ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને તેમની સંસદમાં જાહેરાત કરી છે કે તેઓ શાંતિ ઈચ્છે છે અને કાલે ભારતીય પાયલોટને મુક્ત કરશે.

https://twitter.com/mantavyanews/status/1101076745250209792

ભારતીય એરફોર્સના પાયલટ વિંગ કમાન્ડર અભિનંદન બુધવારે પાકિસ્તાન અધિકૃત એલઓસીમાં પેરાશૂટની મદદથી પ્લે ક્રેશ થતા કુદ્યા હતા.

પાકિસ્તાને બુધવારે સવારે 9.45 વાગ્યે પાકિસ્તાનના F 16 વિમાને ભારતીય સીમામાં ઘુષણખોરી કરી હતી જેને પાછા ધકેલતા સમયે વિંગ કમાન્ડર અભિનંદન દુર્ઘટનાગ્રસ્ત થયા હતા.

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન આજે સંસદના સંયુક્ત સત્રને સંબોધન કરી રહ્યા હતા. આ દરમિયાન, તેમણે કહ્યું કે અમને કોઈ વધુ લડાઈ નથી જોઈતી અને આ માટે મેં ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ આપણે જે કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેને નબળાઈ સમજવી નહી.

વિદેશ મંત્રાલયના સૂત્રોનું માનવામાં આવે તો, આ મુદ્દા પર તૃતીય પક્ષની કોઈ જરૂર નથી. અમેરિકા તેની શરૂઆતથી જ રહ્યું છે અને ચીનની નીતિ અસ્પષ્ટ રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે યુએનના બધા જ મેમ્બર અને પી 4 સભ્યોના ભારતના સાથે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાની સરહદમાં દાખલ થઇ જે કાર્યવાહી કરી છે તેના પર કોઈ વિરોધ થયો નથી. તે રાજદ્વારી જીત છે. ભારતે માંગણી કરી છે કે તેમના પાયલોટ ને તરત જ છોડવામાં આવે અને તેને કોઈ નુકસાન ના પહોંચાડે. ભારત સ્પષ્ટ જણાવ્યું હતું કે જો પાઇલોટ ને કઈ થાય તો, ભારત પગલાં લેશે.

પાયલોટની સલામત મુક્તિ માટે ભારત કોઈ સોદો કરશે નહીં. ભારતે પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે તે તેના પાયલોટની સલામત મુક્તિ માટે કોઈ સોદો કરશે નહીં. આ સાથે, એક સખત ચેતવણી આપી છે કે પાઇલટને કઈ થયું તો સખત પગલાં લેવામાં આવશે.