Not Set/ સરહદ પર સળગી હોળી LOC પર પાકિસ્તાનનું ફાયરિંગ, એક જવાન શહીદ

જમ્મુ-કાશ્મીર, હોળીના પર્વ પર જ્યાં સમગ્ર ભારત ઉજવણી કરી રહ્યું છે, ત્યારે આવા ખુશીના પર્વ પર પણ પાકિસ્તાન તેની નાપાક હરકતોથી બાજ નથી આવી રહ્યું. એક તરફ જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) પર પાકિસ્તાની જવાનોએ સંઘર્ષ વિરામનો ભંગ કર્યો છે, જેમાં એક ભારતીય સૈન્યનો જવાન શહીદ થઈ ગયો છે. બીજી તરફ બારામુલા, સોપોર અને […]

Top Stories India Trending
ttp 12 સરહદ પર સળગી હોળી LOC પર પાકિસ્તાનનું ફાયરિંગ, એક જવાન શહીદ

જમ્મુ-કાશ્મીર,

હોળીના પર્વ પર જ્યાં સમગ્ર ભારત ઉજવણી કરી રહ્યું છે, ત્યારે આવા ખુશીના પર્વ પર પણ પાકિસ્તાન તેની નાપાક હરકતોથી બાજ નથી આવી રહ્યું. એક તરફ જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) પર પાકિસ્તાની જવાનોએ સંઘર્ષ વિરામનો ભંગ કર્યો છે, જેમાં એક ભારતીય સૈન્યનો જવાન શહીદ થઈ ગયો છે. બીજી તરફ બારામુલા, સોપોર અને બંદીપુરામાં આતંકવાદીઓથી સુરક્ષાબળની લડાઇ ચાલી રહી છે. સોપોરમાં આતંકીઓના ગ્રેનેડ હુમલામાં ત્રણ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.

ઉત્તર કાશ્મીરના સોપોરમાં રફિયાબાદનાં વારપોરા વિસ્તારમાં એક ગ્રેનેડ હુમલામાં એસએચઓ સહિત 3 પોલીસકર્મીઓ ઘાયલ થઇ ગયા. આતંકવાદીઓએ આ ગ્રેનેડ હુમલો એ સમયે કર્યો જ્યારે વિસ્તારોમાં એક શોધખોળ અભિયાન ચાલી રહ્યું હતું. તેની થોડીક મિનિટો પછી જ સોપોર નગરમાં પણ આતંકવાદીઓએ CRPF ના એક કેમ્પ પર હુમલો કર્યો, પરંતુ આ ગ્રેનેડ હુમલામાં કોઈની પણ હત્યા થઇ હોવાના સમાચાર નથી. હુમલા પછી સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધી છે. પોલીસે જણાવ્યું છે કે કેટલાક આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા પછી સુરક્ષાદળોએ વારપોરા વિસ્તારને ઘેરી લીધો અને શોધખોળ અભિયાન ચલાવ્યું.

સોપોરના વારપોર ઉપરાંત બારામૂલાના કલંતરા અને બાંદીપુરાના હાજીનમાં પણ આતંકીઓ સાથે સુરક્ષાદળોની અથડામણ થઇ. બારામૂલાના એસએસપી અબ્દુલ કય્યુમે એક વેબસાઈટને જણાવ્યું કે, કાલાંતરામાં ગુરુવારે સવારે સર્ચ ઓપરેશન દરમિયાન ત્રાસવાદીઓ સાથે અથડામણ થયું છે. તેમણે જણાવ્યું હતું કે બુધવારે સાંજે આતંકવાદીઓની માહિતી હાથ ધરવામાં આવી તે પછી સર્ચ ઓપરેશન શરૂ થયું હતું, પરંતુ ખરાબ હવામાનને કારણે બુધવારે ઓપરેશન બંધ કરાયું હતું. આ પછી, સુરક્ષા દળોએ સવારે આતંકવાદીઓનો સામનો કરવો પડ્યો. બાંદીપુરાના હાજીનમાં આતંકવાદીઓ અથડામણ થઇ છે.

જોકે,અત્યાર સુધી સુરક્ષાદળો કોઈપણ આતંકવાદીઓને ઠાર મારવામાં સફળ મળી નથી. પરંતુ પાકિસ્તાનના ઘેરાબંધીના ઉલ્લંઘનમાં ભારત એક બહાદુર વીર યશપાલ પોલને ગુમાવી ચુક્યો છે. રાઇફલમેન પોલ જમ્મુ-કાશ્મીર લાઇટ ઇન્ફેન્ટ્રીનો એક ભાગ હતો. આતંકવાદીઓના હુમલામાં ત્રણ પોલીસકર્મી ઘાયલ થઇ ગયા છે.