world radio day/ ચાલો રેડિયોનાં ઇતિહાસની રોમાંચક સફર પર

શહેરી જિંદગીમાંથી અસલી રેડિયો ગાયબ થઇ ગયો છે. હવે યુવા પેઢી FM વધુ સાંભળે છે. આ રેડિયોનો નવો અવતાર છે.

Trending
PICTURE 4 186 ચાલો રેડિયોનાં ઇતિહાસની રોમાંચક સફર પર

શહેરી જિંદગીમાંથી અસલી રેડિયો ગાયબ થઇ ગયો છે. હવે યુવા પેઢી FM વધુ સાંભળે છે. આ રેડિયોનો નવો અવતાર છે. અલબત્ત, શહેરનાં લોકો ભલે રેડિયોને ભૂલી ગયા હોય પરંતુ દૂર દૂરનાં ગામડાંઓમાં, પહાડી વિસ્તારોમાં તથા દ્વીપોમાં આજે પણ લોકો રેડિયોને સાંભળે છે. ભારતનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો પર ‘મન કી બાત’ દ્વારા રેડિયોને ફરી-પુનર્જીવીત કર્યો છે.

PICTURE 4 187 ચાલો રેડિયોનાં ઇતિહાસની રોમાંચક સફર પર

રેડિયોની સાચી માહિતી તેના રોચક અને રોમાંચકારી કિસ્સા સાંભળવા હોય તો ઘરનાં વડીલો પાસે જવું પડે. તે વખતે રેડિયો સાંભળવાનો એક રોમાંચ હતો. તે સમયે હિન્દી ગીતો અને ક્રિકેટ કોમેન્ટરી સાંભળવા માટે લોકો ટોળે વળતા હતા. શરૂઆતનાં સમયમાં રેડિયો ધનિકોનું પ્રતિક ગણાતુ હતુ પણ સમય જતાં તે મનોરંજનનું માધ્યમ બન્યું. વર્ષ 1940 થી 1970 માં જે જૂના ગીતો રેડિયો પર પ્રસારિત થતા હતા. તે બધા આજે અમર ગીતોની યાદીમાં છે. ખાસ કરીને 60 થી 70 નાં દાયકામાં બિનાકા ગીતમાલા કાર્યક્રમ રેડિયો પર ખૂબ લોકપ્રિય થયો હતો. આ કાર્યક્રમને સાંભળવા માટે દર બુધવારની રાત્રીએ જયાં જયાં રેડિયો હોય ત્યાં પાનની દુકાને, હોટલ પર ચોકમાં રીતસર ભીડ એકઠી થઇ જતી હતી. જે દુકાન કે હોટલમાં રેડિયો હોય ત્યાં ખૂબ ભીડ રહેતી હતી. અને તેનો ફાયદો દુકાનનાં માલિકને થતો હતો. આ કાર્યક્રમનાં સંચાલક અમીન સયાની હતા. તેમણે રેડિયો સંચાલનની એક નવી શૈલી અપનાવી હતી. જે આજે પણ ખૂબ લોકપ્રિય છે.

PICTURE 4 188 ચાલો રેડિયોનાં ઇતિહાસની રોમાંચક સફર પર

આમ જુઓ તો ભારતમાં રેડિયોની શરૂઆત 1923માં થઇ હતી. પરંતુ ત્યારે કંપનીઓ ખાડામાં ગઇ અને અંતે 1930 થી ભારત સરકાર દ્વારા આકાશવાણીની શરૂઆત થઇ. આ ઘટનાને આજે વર્ષોનાં વાણા વીતી ગયા છે. પરંતુ રેડિયોનાં ચાહકો આજે પણ ગણ્યા-ગાંઠ્યા જેવા મળે છે. યુનેસ્કોએ 13 ફેબ્રુઆરીને વર્લ્ડ રેડિયો તરીકે જાહેર કર્યો છે. છેલ્લા ચાર દાયકાથી એક વિશેષ કર્ણપ્રિય સંગીત સાથે 5.58 મિનિટે અમદાવાદનું આકાશવાણી સ્ટેશન ખુલે છે અને મોડી રાતે BBC લંડનનાં સમાચાર દ્વારા તે દિવસનું પ્રસારણ પુર્ણ થતું હોય છે. 24 ડિસેમ્બર 1906 ની એક સુવાળી સાંજે કેનેડાનાં વૈજ્ઞાનિક રેગિનાલ્ડ હેસેન્ડેને જયારે પોતાનું વાયોલી વગાડ્યું ત્યારે એટલાન્ટિક મહાસાગરમાં તરતા તમામ જહાજોનાં રેડિયો ઓપરેટરોએ વાયોલીનનાં સૂર પોતાના રેડિયો સેટ પર સાંભળ્યા હતા. દુનિયામાં રેડિયો પ્રસારણની આ શરૂઆત માનવામાં આવે છે. ત્યારબાદ રેગિનાલ્ડેએ એક ગીત પણ ગાયું હતું. જો કે આ પહેલાં વર્ષ 1900 માં ગુલ્યેલ્મો માર્કોનીએ રેડિયો પર સંદેશ મોકલવામાં સફળતા મેળવી હતી. તેમણે સૌ પ્રથમ એક વ્યક્તિગત રેડિયો સંદેશ ઇંગ્લેન્ડથી અમેરિકા મોકલ્યો હતો. કોઇ પણ તાર વિના ખૂબ લાંબા અંતરે સંદેશો મોકલવાની શરૂઆત માર્કોનીએ કરી હતી. પણ એક કરતા વધારે સંદેશા મોકલવાની શરૂઆત 1906 માં રેગિનાલ્ડે જ કરી હતી. માર્કોની અને રેગિનાલ્ડનાં આ પ્રયોગ પછી રેડિયો પ્રસારણનાં ક્રાંતિકારી કાર્યક્રમો શરૂ થઇ ગયા.

PICTURE 4 189 ચાલો રેડિયોનાં ઇતિહાસની રોમાંચક સફર પર

શરૂઆતમાં રેડિયોનો પ્રયોગ માત્ર નૌસેના પુરતો જ સિમિત હતો. 1911 સુધી સૈનિક સિવાય કોઇ પણ સામાન્ય વ્યક્તિ રેડિયો રાખી શકતો ન હતો. સામાન્ય વ્યક્તિ રેડિયોનો કોઇ પ્રયોગ પણ કરી શકતું ન હતું. તેના પર એક રીતે પ્રતિબંધ મુકાયો હતો. એક સમય હતો. જયારે ઘરની ઘડિયાળ પણ રેડિયોનાં સમય પ્રમાણે ચાલતી હતી. લગભગ ખૂબ ઓછા લોકોને ખબર જશે કે જૂના જમાનામાં સાયકલ ચલાવવા માટે જેમ લાયસન્સ લેવું પડતું હતું તેવી જ રીતે રેડિયો રાખવા માટે પણ લાયસન્સ લેવું પડતુ હતું, લાયસન્સ પે પાસબૂક જેવી એક પુસ્તિકા અપાતી હતી ને તેના પર ટીકીટ લગાવવી પડતી હતી. આ ટીકીટ અને લાયસન્સ પરથી રેડિયોની દિવાનગી સમજી શકાય છે.

PICTURE 4 190 ચાલો રેડિયોનાં ઇતિહાસની રોમાંચક સફર પર

1918 માં લી ધી ફોરેસ્ટ ન્યૂયોર્કનાં હાઇબ્રિજ વીસ્તારમાં દુનિયાનું પહેલું રેડિયો સ્ટેશન સ્થપાયુ હતું. પણ રેડિયો અને તેના પ્રયોગ પર પ્રતિબંધ હોવાથી પોલીસે તુરંત જ રેડિયો સ્ટેશન બંધ કરાવી દીધુ હતું પણ તેના એક વર્ષ પછી એટલે કે 1919 માં લી ધી ફોરેસ્ટ સાનફ્રાન્સિસ્કોમાં બીજુ એક સ્ટેશન ખોલી દેવાયું હતુ, જે છુપી રીતે ચાલતું રહયું. આ દરમિયાન નવેમ્બર 1920 માં નૌસેનાનાં રેડિયો વિભાગનાં નિવૃત ફ્રેક કોનાર્ડે રેડિયો રસ્ટેશન શરૂ કરવાની પરવાનગી મળી. રેડિયો સ્ટેશન શરૂ કરવાની પરવાનગી મળી હોય તેવો તે પહેલો વ્યક્તિ હતો. તેના થોડા જ વર્ષોમાં દુનિયાભરમાં સેંકડો રેડિયો સ્ટેશન ખુલી ગયા. બ્રિટનમાં બીબીસી રેડિયો અને અમેરીકામાં સીબીએસ અને એનબીસી જેવા રેડિયો સ્ટેશન ખુલ્યા,અને શરૂઆત થઇ રેડિયોનાં સફરની.

world radio day / PM મોદીએ કહ્યું – સામાજિક જોડાણને ગાઢ બનાવવા માટે શાનદાર માધ્યમ છે રેડિયો

Union Budget / મહામારીના કપરા સમયમાં પણ સરકારે આર્થિક સુધારા માટે ભર્યા પગલા : નાણામંત્રી

Political / હું દેશના અન્નદાતાઓ સાથે છું અને રહીશ, ખેડૂત આંદોલનને લઈને રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કર્યો પ્રહાર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ