Not Set/ એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાને 513 વખત શસ્ત્ર વિરામનો ભંગ કર્યો 

દિલ્હી,  બાલાકોટ પર ભારતે કરેલી એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાને ભારત પર હુમલો કરવામાં પાછું વાળીને જોયું નથી.મળતા આંકડા પ્રમાણે એર સ્ટ્રાઈક બાદ છેલ્લા દોઢ મહિનામાં જમ્મુ કાશ્મીરની એલઓસી પર પાકિસ્તાને 513 વખત શસ્ત્ર વિરામનો ભંગ કર્યો છે. જોકે સેનાએ આપેલા જડબાતોડ જવાબના કારણે આ હુમલાઓમાં પાકિસ્તાનને ભારત કરતા પાંચ ગણુ વધારે નુકસાન થયુ છે.સેનાના અધિકારી […]

Top Stories India
hanhha 12 એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાને 513 વખત શસ્ત્ર વિરામનો ભંગ કર્યો 

દિલ્હી, 

બાલાકોટ પર ભારતે કરેલી એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાને ભારત પર હુમલો કરવામાં પાછું વાળીને જોયું નથી.મળતા આંકડા પ્રમાણે એર સ્ટ્રાઈક બાદ છેલ્લા દોઢ મહિનામાં જમ્મુ કાશ્મીરની એલઓસી પર પાકિસ્તાને 513 વખત શસ્ત્ર વિરામનો ભંગ કર્યો છે.

જોકે સેનાએ આપેલા જડબાતોડ જવાબના કારણે આ હુમલાઓમાં પાકિસ્તાનને ભારત કરતા પાંચ ગણુ વધારે નુકસાન થયુ છે.સેનાના અધિકારી લેફ્નન્ટ જનરલ પરમજીત સિંહે કહ્યુ હતુ કે, પાકિસ્તાને સંઘર્ષ વિરામના ઉલ્લંઘન દરમિયાન 100થી વધારે વખત મોર્ટાર અને તોપો જેવા ભારે હથિયારોનો ઉપયોગ કરીને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા હતા.જેનો ભારતે પણ આકરો જવાબ આપ્યો હતો.

ભારતે પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો હતો.

પરમજીત સિંહે કહ્યુ હતુ કે, સેનાના જવાનો પર પાકિસ્તાન તરફથી સરહદ પારથી થતા સ્નાઈપર એટેક લગભગ બંધ થઈ ગયા છે.ખાસ કરીને બાલાકોટ એર સ્ટ્રાઈક પછી.ફેબ્રુઆરી મહિનામાં થયેલા સ્નાઈપર એટેક બાદ ભારતીય સેનાએ જે પણ ઉપાય કર્યા છે તે સફળ રહ્યા છે.

પરમજિતસિંહે કહ્યુ હતુ કે, આપણા સૈનિકોનુ મનોબળ બહુ ઉંચુ છે.તેમની પાસે દરેક પ્રકારના હથિયારો અને વિસ્ફોટકો છે.જ્યાં સુધી તેઓ સીમા પર છે ત્યાં સુધી દેશના લોકોએ ચિંતા કરવાની જરુર નથી.