Not Set/ કારમી હાર પછી લાલુ પ્રસાદની તબિયત વધુ ખરાબ થઇ, જમવાનું પણ કર્યું બંધ

રાંચી, લોકસભાની ચૂંટણીમાં હાર ખાધા પછી આરજેડીના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની તબિયત વધુ લથડી છે.રાંચીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ લાલુ પ્રસાદ યાદવ બિહારમાં તેમની પાર્ટીને હાર પછી તેઓ ખુબ તણાવમાં રહે છે અને તેમની ઉંઘ પણ ઓછી થઇ ગઇ છે.સુત્રોના કહેવા પ્રમાણે લાલુ પ્રસાદે છેલ્લાં 3 દિવસથી જમવાનું પણ સાવ ઓછું કરી દીધું છે. ચારા […]

Top Stories India
hhn 6 કારમી હાર પછી લાલુ પ્રસાદની તબિયત વધુ ખરાબ થઇ, જમવાનું પણ કર્યું બંધ

રાંચી,

લોકસભાની ચૂંટણીમાં હાર ખાધા પછી આરજેડીના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની તબિયત વધુ લથડી છે.રાંચીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ લાલુ પ્રસાદ યાદવ બિહારમાં તેમની પાર્ટીને હાર પછી તેઓ ખુબ તણાવમાં રહે છે અને તેમની ઉંઘ પણ ઓછી થઇ ગઇ છે.સુત્રોના કહેવા પ્રમાણે લાલુ પ્રસાદે છેલ્લાં 3 દિવસથી જમવાનું પણ સાવ ઓછું કરી દીધું છે.

ચારા કૌભાંડમાં જેલની સજા કાપી રહેલાં  લાલુ પ્રસાદે લોકસભા ચૂંટણી માટે બિહારમાં કોંગ્રેસ અને આરએલએસપી સાથે ગઠબંધન કર્યું હતું. પરંતુ તેમને એક પણ સીટ મળી નથી.બિહારમાં હાર પછી લાલુની તબિયત વધારે કથળી છે.

લાલુનો ઈલાજ કરી રહેલા મેડિસિન વિભાગના પ્રોફેસર ડૉ. ઉમેશ પ્રસાદે જણાવ્યું કે, ચૂંટણી પરિણામ આવ્યા પછી લાલુની દિનચર્યા અસ્તવ્યસ્ત થઇ છે. તેઓ સવારે થોડો નાસ્તો કરે છે અને સાંજે ખૂબ મુશ્કેલથી થોડુ જમે છે. ખાવા-પાવીનું કોઈ ટાઈમ ટેબલ નથી તેથી તેમને ઈન્સ્યુલીન આપવામાં પણ મુશ્કેલી આવી રહી છે.

તબીબોના કહેવા પ્રમાણે જો ટૂંક સમયમાં લાલુની દિનચર્યામાં સુધારો નહીં થાય તો તેમના સ્વાસ્થ પર ખરાબ અસર થઈ શકે છે. આ સંજોગોમાં તેમનું કાઉન્સિલિંગ કરવામાં આવી રહ્યું છે. તેમને સમજાવામાં આવી રહ્યું છે કે, તેઓ સમયસર ભોજન કરી લે.

લાલુની સારવાર કરી રહેલાં  તબીબોના જણાવ્યા પ્રમાણે લાલુને હાલ ઘણી નાની-મોટી બીમારીઓ છે. તેમને ઘણાં સમયથી હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ પણ છે. લાલુ પર થોડા સમય પહેલાં જ કાર્ડિયાક સર્જરી પણ કરવામાં આવી છે અને હાર્ટનો વાલ્વ પણ બદલવામાં આવ્યો છે. તેઓ ક્રોનિક કિડની ફેલ્યોર (સ્ટેજ થ્રી)થી પણ પીડિત છે. તે સિવાય તેમને પ્રોસ્ટેટ, હાઈપર યૂરીસિમિયા, પેરિયેનલ ઈન્ફેક્શન, કિડની સ્ટોન અને ફેટી લીવરની પણ સમસ્યા છે. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે જો લાલુએ ટૂંક સમયમાં દિન ચર્યા ન બદલી તો તેમનું સ્વાસ્થય વધારે ખરાબ થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે ચારા કાંડમાં લાલુ પ્રસાદ યાદવ 2017ની બિહારની બિરસા મુંડા જેલમાં છે પરંતું તેમની તબિયત ખરાબ રહેતી હોવાથી તેઓ સારવાર હેઠળ જેલની બહાર છે.