Not Set/ લાદેનની જાસૂસી કરનારુ ડ્રોન આવશે ભારત! ચીન-પાકમાં ખળભળાટ

પાકિસ્તાન અને ચીનને જડબાતોડ જવાબ આપવા માટે ભારત 30 એવા ડ્રોન્સ ખરીદી રહ્યું છે જેની મદદથી અમેરિકાએ ઘણાં આતંકીઓને માર્યા છે. તેણે અલકાયદાના ખતરનાક આતંકી ઓસામા બિન લાદેનની શોધ કરી હતી. આ ઉપરાંત અનેક જંગ પણ જીત્યા છે. આ ડ્રોનનું નામ છે MQ-9 રીપર/પ્રીડેટર બી (MQ-9 Reaper/Predator B). આ પોતાના શિકાર પર એવા હુમલા કરે […]

India
MQ 9 Reaper લાદેનની જાસૂસી કરનારુ ડ્રોન આવશે ભારત! ચીન-પાકમાં ખળભળાટ

પાકિસ્તાન અને ચીનને જડબાતોડ જવાબ આપવા માટે ભારત 30 એવા ડ્રોન્સ ખરીદી રહ્યું છે જેની મદદથી અમેરિકાએ ઘણાં આતંકીઓને માર્યા છે. તેણે અલકાયદાના ખતરનાક આતંકી ઓસામા બિન લાદેનની શોધ કરી હતી. આ ઉપરાંત અનેક જંગ પણ જીત્યા છે. આ ડ્રોનનું નામ છે MQ-9 રીપર/પ્રીડેટર બી (MQ-9 Reaper/Predator B). આ પોતાના શિકાર પર એવા હુમલા કરે છે કે તેને બચવાની કોઇ તક નથી મળતી. આવો જાણીએ કે ડ્રોનની તાકાત અને ખાસિયતો અંગે

MQ 9 Reaper UAV cropped લાદેનની જાસૂસી કરનારુ ડ્રોન આવશે ભારત! ચીન-પાકમાં ખળભળાટ

ભારત અમેરિકાથી 30 MQ-9B Predator ડ્રોન્સ ખરીદી રહ્યું છે. આ ડીલની કિંમત હશે અંદાજે 21,832 કરોડ રુપિયા. અમેરિકાના સેન ડિએગો સ્થિત જનરલ ઓટોમિક્સના અધિકારીએ નામ ન જણાવવાની શરતે મીડિયાને જણાવ્યું કે આવતા મહિને ભારત સરકાર આ ડીલની અનુમતિ આપી દેશે. આ ડીલ પછી ભારતની સૈન્ય શક્તિમાં મોટો વધારો થશે. હાલ આ ડ્રોન્સનો ઉપયોગ ભારત તપાસ અને જાસૂસી માટે કરશે.

MQ-9B Predator ડ્રોન્સ સતત 48 કલાકનું ઉડ્યન કરી શકે છે. તે પોતાની સાથે 1700 કિલોગ્રામ વજન ઉઠાવી શકે છે. ભારત અમેરિકાથી 30 હથિયારબંધ MQ-9B Predator ડ્રોન્સ ખરીદશે. જેથી ચીન અને પાકિસ્તાનની સાથે ચાલી રહેલા બોર્ડર વિવાદને ઘટાડી શકાય. દુશ્મનોને બતાવી શકાય કે અમારી પાસે એવા હથિયાર છે જે ખબર પડ્યા વગર તેમના ઇરાદા નેસ્તનાબૂદ કરી શકે છે.

MQ 9 Reaper ILA2016 2 લાદેનની જાસૂસી કરનારુ ડ્રોન આવશે ભારત! ચીન-પાકમાં ખળભળાટ
MQ-9 Reaper, left front, presented at ILA 2016

MQ-9B Predator ડ્રોન્સની ખરીદીથી લઇને ભારતીય સંરક્ષણ મંત્રાલય કે જનરલ એટોમિક્સના પ્રવક્તા કે અમેરિકી રક્ષા મંત્રાલય પેંટાગનના કોઇપણ અધિકારીએ હાલ કોઇવાત કહેવાની ના પાડી છે. ગત વર્ષે ચીનની સાથે ભારતનો બોર્ડર વિવાદ ઉભો થયો હતો. ત્યારે દેશના રક્ષા મંત્રાલયે 2 હથિયાર વગરના MQ-9 Predator ડ્રોન્સ સર્વેલન્સ માટે ભાડેથી મંગાવ્યા હતા.

અમેરિકાના સંરક્ષણ સચિવ લૉયડ ઑસ્ટિન આ મહિને ભારતની યાત્રા કરી શકે છે. આ ઉપરાંત ક્વાડ બેઠકમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ શકે છે. આ બેઠકમાં જાપાન અને ઑસ્ટ્રેલિયાના રાષ્ટ્રપતિ સામેલ થશે. ઑસ્ટ્રેલિયાના પીએમ સ્કૉટ મૉરિસને આ બેઠકની જાહેરાત તો કરી દીધી, પરંતુ તારીખ હજુ પણ નથી જણાવી.