Not Set/ પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં BIMSTEC નેતાઓને આમંત્રણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણમાં BIMSTECના ઘણા નેતાઓનો હાજર રહી શકે છે. પીએમ મોદી 30 મે ના રોજ  સાંજે 7 વાગ્યે શપથગ્રહણ કરશે. જણાવીએ દઈએ કે BIMSTEC સાત એશિયાઈ દેશોનો એક સમૂહ છે. અગાઉના કાર્યકાળમાં નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સાર્ક દેશોના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 30 મે ના રોજ રાષ્ટ્રપતિ […]

Top Stories India
ghdlhy 1 પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં BIMSTEC નેતાઓને આમંત્રણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણમાં BIMSTECના ઘણા નેતાઓનો હાજર રહી શકે છે. પીએમ મોદી 30 મે ના રોજ  સાંજે 7 વાગ્યે શપથગ્રહણ કરશે. જણાવીએ દઈએ કે BIMSTEC સાત એશિયાઈ દેશોનો એક સમૂહ છે. અગાઉના કાર્યકાળમાં નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સાર્ક દેશોના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 30 મે ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પદ અને ગોપનીયતાની શપથ લેવડાવશે. પ્રધાનમંત્રી મોદીનો આ બીજો કાર્યકાળ હશે. મંત્રીપરિષદના ઘણા સભ્યો પણ પીએમ મોદીની સાથે શપથ લઇ શકે છે. રાષ્ટ્રપતિ ભવનને રવિવારના રોજ પ્રધાનમંત્રી મોદીના શપથ ગ્રહણની માહિતી આપી છે.

આ સમારોહમાં સામેલ થવા માટે શંધાઈ સહયોગ સંગઠનના અધ્યક્ષ અને કિર્ગીઝ ગરાજ્યના રાષ્ટ્રપતિ સોરોનબાય જેનેબકોવ અને મોરિશસના વડાપ્રધાનને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ વર્ષે પ્રવાસી ભારતીય દિવસમાં મુખ્ય મહેમાન હતા.

આપને જણાવી દઈએ એક દક્ષિણ એશિયા અને દક્ષિણપૂર્વ દેશોને મિલાવીને BIMSTEC (Bay of Bengal Initiative for Multi-Sectoral Technical and Economic Cooperation) ની સંરચના કરવામાં આવી છે. આ આંતરરાષ્ટ્રીય સંગઠનને આર્થિક અને ટેક્નિકલ સહકાર માટે બનાવવામાં આવી છે. આમાં બાંગ્લાદેશ, ભારત, મ્યામાંર, શ્રીલંકા, થાઇલેન્ડ, ભુટાન અને નેપાળનો સમાવેશ થાય છે.

જણાવીએ કે 2014 માં વડાપ્રધાન મોદીએ તેમના કાર્યકાળ માટે પ્રથમ વખત શપથ ગ્રહણ દરમિયા સાર્ક દેશોના નેતાઓને આમંત્રણ આપ્યું હતું. જેમાં પાકિસ્તાનના તત્કાલીન પ્રધાનમંત્રી નવાઝ શરીફ પણ હાજર રહ્યા હતા.