Not Set/ CAA પર પીએમ મોદીની ટ્વીટસ, ભાંગફોડીયા તત્વોને સાંખી નહીં લેવાય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકત્વ કાયદા અંગે દેશભરમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો અંગે પોતાનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે નાગરિકતા સુધારો કાયદા પર હિંસક પ્રદર્શન કરવું દુર્ભાગ્યપૂર્ણ છે. ચર્ચા અને વિરોધ લોકશાહીનો ભાગ છે પરંતુ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવું તે યોગ્ય નથી. પીએમ મોદી ચાર ટ્વિટ કર્યા. Violent protests on the Citizenship Amendment Act are […]

Top Stories India
aa 12 CAA પર પીએમ મોદીની ટ્વીટસ, ભાંગફોડીયા તત્વોને સાંખી નહીં લેવાય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકત્વ કાયદા અંગે દેશભરમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો અંગે પોતાનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે નાગરિકતા સુધારો કાયદા પર હિંસક પ્રદર્શન કરવું દુર્ભાગ્યપૂર્ણ છે. ચર્ચા અને વિરોધ લોકશાહીનો ભાગ છે પરંતુ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવું તે યોગ્ય નથી. પીએમ મોદી ચાર ટ્વિટ કર્યા.

પહેલા ટ્વિટમાં તેમણે લખ્યું કે, ‘નાગરિકતા સુધારો કાયદા અંગે હિંસક વિરોધ પ્રદર્શન ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને દુ:ખદ છે. દલીલ, ચર્ચા અને અસંતોષ લોકશાહીના આવશ્યક ભાગો છે પરંતુ જાહેર સંપત્તિને નુકસાન અને સામાન્ય જીવનમાં ખલેલ એ આપણા સ્વભાવનો ભાગ નથી. ‘

બીજા ટ્વીટમાં કહ્યું કે, ‘સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ, 2019 ને સંસદના બંને ગૃહોએ જબરદસ્ત ટેકો આપીને પસાર કર્યો છે. મોટી સંખ્યામાં રાજકીય પક્ષો અને સાંસદોએ તેના અમલીકરણને ટેકો આપ્યો છે. આ અધિનિયમ ભારતની જુની સંસ્કૃતિની સ્વીકૃતિ, સુમેળ, કરુણા અને ભાઈચારોને પ્રતિબિંબિત કરે છે. ‘

ત્રીજા ટ્વિટમાં હું મારા સાથી ભારતીયોને સ્પષ્ટપણે ખાતરી આપવા માંગું છું કે નાગરિકત્વ કાયદો ભારતના કોઈ નાગરિક અથવા કોઈ ધર્મને અસર કરતો નથી. કોઈ પણ ભારતીયને આ કાયદાની ચિંતા કરવાની જરૂર નથી. આ કાયદો ફક્ત તે જ માટે છે જેમણે બહાર સતાવણીનો સામનો કરવો પડ્યો છે અને જેમની પાસે ભારત સિવાય બીજું કોઈ સ્થાન નથી. ‘

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.