Not Set/ PM મોદીએ વિડીયો શેર કરી કોહલીને આપ્યો જવાબ, કુમારસ્વામીને આપી ચેલેન્જ

દેશના યુવા રમત-ગમત મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોરના #HumFitTohIndiaFit અભિયાનને આગળ વધારતા ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીએ પ્રધાનમંત્રી મોદીને તથા ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની અને પત્ની અનુષ્કાને પણ આ ફિટનેસ ચેલેન્જ આપી હતી. છેલ્લા કેટલાક સમયથી રાજનેતાઓની ફિટનેસને લઈને ખાસ્સી ચર્ચા જગાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્રિકેટર વિરાટ કોહલીએ ફિટનેસની ચેલેન્જ વિડીયો શેર કરીને આપી હતી. […]

Top Stories India Trending Videos
modi2 PM મોદીએ વિડીયો શેર કરી કોહલીને આપ્યો જવાબ, કુમારસ્વામીને આપી ચેલેન્જ

દેશના યુવા રમત-ગમત મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોરના #HumFitTohIndiaFit અભિયાનને આગળ વધારતા ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીએ પ્રધાનમંત્રી મોદીને તથા ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની અને પત્ની અનુષ્કાને પણ આ ફિટનેસ ચેલેન્જ આપી હતી.

છેલ્લા કેટલાક સમયથી રાજનેતાઓની ફિટનેસને લઈને ખાસ્સી ચર્ચા જગાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્રિકેટર વિરાટ કોહલીએ ફિટનેસની ચેલેન્જ વિડીયો શેર કરીને આપી હતી. બુધાવરે ફિટનેસ ચેલેન્જને વડાપ્રધાન મોદીએ સ્વિકારી લીધી છે.

https://twitter.com/narendramodi/status/1006739708670455810

વિડીયો પોસ્ટ કરીને મોદીએ ટ્વીટર પર લખ્યું કે હું એક ટ્રેક પર ચાલી રહ્યો છું જેમાં પંચ તત્વ, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ છે, જે મને આનંદિત કરી દે છે. આ સાથે જ હું શ્વાસોશ્વાસની પણ પ્રેક્ટિસ કરું છું.

ગુજરાતના મુખ્યમંત્રીની ફિટનેસ ચેલેન્જ

બે અઠવાડિયા પહેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી પણ આ  ફિટનેસ ચેલેન્જમાં સામેલ થયા હતાં. સીએમ વિજય રુપાણીએ સૂર્ય નમસ્કાર કરીને દોડ લગાવી હતી અને તે દ્વારા તેમણે ફિટનેસનો સંદેશ આપ્ય હતો. ગુજરાતનાં સીએમે મહારાષ્ટ્રનાં સીએમ ફડણવિસને ચેલેન્જ આપી હતી.

કેવી રીતે શરુ થયું અભિયાન

આ અભિયાન રાજયવર્ધનસિંહ રાઠોરે પોતાનો કસરત કરતો એક વીડિઓ ટ્વીટર પર મુક્યો હતો અને સાથે વિરાટ કોહલી, રિતિક રોશન અને સાઈના નહેવાલને ચેલેન્જ આપી હતી. રાઠોરે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમનો પ્રેરણાસ્રોત છે. રાજ્યવર્ધન રાઠોરે વીડિયો શેર કરીને દેશની અમુક જાણીતી હસ્તીઓને ટેગ કરીને તેમને ફિટનેસ અભિયાનમાં જોડાવવાની અપીલ કરી હતી.