વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે મુંબઇના પ્રવાસે છે. તેમણે આ દરમિયાન મુંબઇ મેટ્રોની નવી લાઇનનું ઉદ્ઘાટન કર્યું. તેમની સાથે રાજ્યપાલ ભગત કોશ્યારી અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હતા.
આ સમયગાળા દરમિયાન પીએમ મોદીએ સ્વદેશી મેટ્રો કોચ અને નવા મેટ્રો પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ સ્વદેશી મેટ્રો કોચ મેક ઇન ઇન્ડિયા હેઠળ બનાવવામાં આવ્યો છે. પીએમ મોદીએ મેટ્રો રેલના વિઝન દસ્તાવેજ પણ બહાર પાડ્યા.
આ અગાઉ શનિવારે સવારે તેઓ વિલે પાર્લે સ્થિત લોકમાન્ય સેવા સંઘ તિલક મંદિરના પંડાલમાં પહોંચ્યા હતા અને ભગવાન ગણેશની પૂજા-અર્ચના કરી હતી.
Mumbai: Prime Minister Narendra Modi offers prayers at Lokmanya Seva Sangh Tilak Mandir in Vile Parle. pic.twitter.com/qovGdZUP8k
— ANI (@ANI) September 7, 2019
ઉલ્લેખનીય છે કે ઓક્ટોબરમાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. મોદીએ આરે કોલોની વિસ્તારમાં મેટ્રો બિલ્ડિંગ માટે ભૂમિપૂજન કર્યું હતું. જો કે, પર્યાવરણ કાર્યકરોએ મહારાષ્ટ્ર સરકારના આરે કોલોનીમાં મેટ્રો પ્રોજેક્ટનું મુખ્ય કારશેડ બનાવવાના નિર્ણયની ટીકા કરી હતી. આ કાર્ય માટે મોટી સંખ્યામાં ઝાડ કાપવાની જરૂર પડશે.
વડાપ્રધાન મોદીએ જે ત્રણ મેટ્રો પ્રોજેક્ટ્સની ઘોષણા કરી હતી તેમાં 9.2 કિલોમીટરનો ગેમુખ-શિવાજી ચોક (મીરા રોડ) મેટ્રો -10 કોરિડોર, 12.8-કિલોમીટર વાલા વડાલા-સીએસટી મેટ્રો-11 કોરિડોર અને 20.7 કિલોમીટર કલ્યાણ-તલોજા મેટ્રો -12 કોરિડોરનો સમાવેશ થાય છે.
આપને જણાવી દઈએ કે 32 માળની મેટ્રો બિલ્ડિંગ મુંબઇ અને તેની આસપાસના સૂચિત 14 મેટ્રો લાઇનો માટે એકીકૃત કામગીરી અને નિયંત્રણ કેન્દ્ર હશે, જે આરે કોલોનીમાં 20,387 ચોરસ મીટરના પ્લોટ પર બનાવવાની દરખાસ્ત છે. મેટ્રો બિલ્ડિંગ 36 મહિનામાં પૂર્ણ થવાની ધારણા છે જ્યારે ત્રણ મેટ્રો લાઇનોનું કામ 2026 સુધીમાં પૂર્ણ થવાનું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
