Not Set/ હરિયાણામાં આઠ શખ્સોએ બકરી સાથે કર્યું આવું કૃત્ય, બકરીનું મોત

અમદાવાદ: હરિયાણાના મેવાત જિલ્લાના મરોડા ગામમાં એક ગર્ભવતી બકરી સાથે આઠ શખ્સોએ ગેંગરેપ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ આઠ શખ્સોએ આચરેલા ગેંગરેપ બાદ બીજા દિવસે બકરીનું મોત નીપજ્યું હોવાની વિગતો આવી છે. બકરીના મોત અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જેના પગલે પોલીસ દ્વારા આઠમાંથી ત્રણ આરોપીઓની ઓળખ કરી લીધી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે […]

Top Stories India Trending
Pregnant goat Gangraped by eight person in Mewat Hariyana

અમદાવાદ: હરિયાણાના મેવાત જિલ્લાના મરોડા ગામમાં એક ગર્ભવતી બકરી સાથે આઠ શખ્સોએ ગેંગરેપ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ આઠ શખ્સોએ આચરેલા ગેંગરેપ બાદ બીજા દિવસે બકરીનું મોત નીપજ્યું હોવાની વિગતો આવી છે.

બકરીના મોત અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જેના પગલે પોલીસ દ્વારા આઠમાંથી ત્રણ આરોપીઓની ઓળખ કરી લીધી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રેપના આરોપી નશાખોર અને દારૂડિયા છે.

આ આરોપીઓએ એક સૂમસામ જગ્યાએ બકરી સાથે ગેંગરેપ કર્યો હતો, આ ગેંગરેપ કર્યા બાદ બકરીનું મોત થયું હતું. આ ઘટના અંગે નગીના પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટના અંગે નગીના પોલીસ સ્ટેશનના એસઆઇ રાજબીર સિંહે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, બકરીના માલિક અસલૂએ ગુરુવારે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આઠ શખ્સો તેની બકરીની ચોરી કરી ગયા હતા. ત્યારબાદ આઠેય શખ્સોએ ગર્ભવતી બકરી ઉપર ગેંગરેપ કર્યો હતો.

બકરી ઉપર ગેંગરેપ કરનારામાંથી  પાંચ આરોપીઓ ભાગી ગયા છે. જ્યારે ત્રણ લોકો ઘટના સ્થળ પર જ હાજર રહ્યા હતા. આરોપીઓએ ફરિયાદ કરાવવાનો પડકાર પણ ફેંક્યો હતો. આ ઘટના અંગે પોલીસે આઈપીસીની કલમ 377 અને 429 કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત પશુઓ ઉપર અત્યાચારના કાયદા અંતર્ગતની કલમ પણ લગાડવામાં આવી છે.

ટ્રિબૂન ઇન્ડિયાના અહેવાલ અનુસાર અસલૂએ એવો દાવો કર્યો છે કે, આરોપીઓએ આ અગાઉ પણ બકરી ઉપર રેપ કરવાની કોશિશ કરી હતી. જ્યારે તેણે હોબાળો મચાવ્યો હતો ત્યારે તેને મારવામાં આવ્યો હતો. જેનાથી ગુસ્સે ભરાયેલા આરોપીઓ આઠ કલાક પછી પાછા આવ્યા હતા. અને તેની બકરીને લઇ ગયા હતા.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસે બકરીના મૃતદેહને એટોપ્સી કરાવવા માટે મોકલી આપ્યો છે. બીજી તરફ ગામની પંચાયત પણ આ ઘટના અંગે સમાધાન કરાવવા માટેના પ્રયત્નો કરી રહી છે.