Not Set/ ગુજરાતના આ શહેરોમાં PUBG પર છે પ્રતિબંધ, જાણો ક્યાં શહેર છે સામેલ

નવી દિલ્હી, PUBG એ દેશભરના લોકોને ઘેલુ લગાડ્યું છે. જેનું કારણ સ્માર્ટફોનનો દિન પ્રતિદિન વધતો વ્યાપ કહી શકાય. આજે દરેક મોબાઇલમાં PUBG ગેમ જોવા મળતી જ હોય છે. ખાસ કરીને યુવાવર્ગમાં તેનો વધુ ક્રેઝ જોવા મળી રહ્યો છે. હાલમાં ગેમના ડેવલપર્સે તેનું લાઇટ વર્ઝન લોન્ચ કરતા તે વધુ પોપ્યુલર બની છે. જો કે આ ગેમ […]

Tech & Auto
pubg mobile GRW 1542378402733 ગુજરાતના આ શહેરોમાં PUBG પર છે પ્રતિબંધ, જાણો ક્યાં શહેર છે સામેલ

નવી દિલ્હી,

PUBG એ દેશભરના લોકોને ઘેલુ લગાડ્યું છે. જેનું કારણ સ્માર્ટફોનનો દિન પ્રતિદિન વધતો વ્યાપ કહી શકાય. આજે દરેક મોબાઇલમાં PUBG ગેમ જોવા મળતી જ હોય છે. ખાસ કરીને યુવાવર્ગમાં તેનો વધુ ક્રેઝ જોવા મળી રહ્યો છે. હાલમાં ગેમના ડેવલપર્સે તેનું લાઇટ વર્ઝન લોન્ચ કરતા તે વધુ પોપ્યુલર બની છે.

જો કે આ ગેમ પોપ્લુયર હોવાની સાથે જ તેને લગતી સમસ્યાઓ પણ વધારો થયો છે. ગેમ લોન્ચ થયા હોવાના થોડાક સમયમાં જ લોકોને તેને લત લાગી હોય તેવા સમાચારો મળી રહ્યા હતા. તેને કારણે જ ગેમના પ્લેયર્સ ખાવાનું છોડી રહ્યા હતા. અનિંદ્રાના ભોગ બન્યા હતા અને સાથોસાથ સ્કૂલ પણ છોડી દીધી હોઇ તેવા બનાવો સામે આવ્યા છે.

કેટલાક સમય પહેલા રિપોર્ટ્સ પ્રસારિત થયા હતા જેમાં આ ગેમના બંધાણીએ આપઘાત કર્યો હોય કે પછી તેના પરિવારના સભ્યો પર હુમલો અને પૈસાની ચોરી સુધીના ગંભીર કિસ્સાઓ સામે આવ્યા હતા. કેટલાક સ્થળોએ તો પોલિસ આ ગેમ રમનારની ધરપકડ કરી રહી હતી તેવી બાબત પણ સામે આવી હતી.

આ રિપોર્ટ્સ પ્રસારિત થયા બાદ અને અનેક લોકો દ્વારા ગેમ પર પ્રતિબંધ મુકવાની માંગ બાદ ગુજરાતમાં PUBG ગેમથી થતા નુકસાનને ટાળવા માટે ગુજરાતના અમદાવાદ, રાજકોટ, ભાવનગર જેવા શહેરોમાં તેના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તે સિવાય સરકારે સ્કૂલોમાં પણ પરિપત્ર જાહેર કરીને ગેમ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો જો કે હાઇકોર્ટે નોંધ્યું હતું કે મોટા ભાગની સ્કૂલમાં સ્માર્ટફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.