Not Set/ રિલાયન્સ જીઓએ ઓપરેટિંગ સિસ્ટમમાં પણ મચાવી ધૂમ, એપલની iOS ને પછાડી

રિલાયન્સ જીઓએ ટેલિકોમ સેક્ટરમાં ધૂમ મચાવ્યા બાદ, હવે મોબાઈલ ફોન ઓપરેટિંગ સિસ્ટમ સેક્ટરમાં પણ તહેલકો મચાવ્યો છે. જીઓ ફોનમાં ચાલતી ઓપરેટિંગ સિસ્ટમ KaiOSએ ભારતમાં એપલની iOSને પછાડીને એન્ડ્રોઇડ બાદ બીજું સ્થાન હાંસિલ કરી લીધું છે. સૂત્રોના જણાવ્યા મુજબ KaiOSએ ગયા એક વર્ષમાં જ માર્કેટનો 15 ટકા શેર મેળવી લીધો છે. રિપોર્ટ મુજબ, કુલ 15 ટકા […]

India Trending Tech & Auto
reliance jio l રિલાયન્સ જીઓએ ઓપરેટિંગ સિસ્ટમમાં પણ મચાવી ધૂમ, એપલની iOS ને પછાડી

રિલાયન્સ જીઓએ ટેલિકોમ સેક્ટરમાં ધૂમ મચાવ્યા બાદ, હવે મોબાઈલ ફોન ઓપરેટિંગ સિસ્ટમ સેક્ટરમાં પણ તહેલકો મચાવ્યો છે. જીઓ ફોનમાં ચાલતી ઓપરેટિંગ સિસ્ટમ KaiOSએ ભારતમાં એપલની iOSને પછાડીને એન્ડ્રોઇડ બાદ બીજું સ્થાન હાંસિલ કરી લીધું છે. સૂત્રોના જણાવ્યા મુજબ KaiOSએ ગયા એક વર્ષમાં જ માર્કેટનો 15 ટકા શેર મેળવી લીધો છે.

kaios official e1531403452168 રિલાયન્સ જીઓએ ઓપરેટિંગ સિસ્ટમમાં પણ મચાવી ધૂમ, એપલની iOS ને પછાડી

રિપોર્ટ મુજબ, કુલ 15 ટકા ટ્રાફિક સાથે KaiOS ભારતમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતી બીજી ઓપરેટિંગ સિસ્ટમ છે. ત્રીજા સ્થાન પર રહેલી iOSનો માર્કેટ શેર 9.6 ટકા છે. જોકે, એન્ડ્રોઇડ 70 ટકા શેર સાથે ભારતના માર્કેટ પર રાજ કરી રહ્યું છે. પરંતુ KaiOS ના કારણે iOS અને એન્ડ્રોઇડનો માર્કેટ શેર ભારતમાં ઓછો થયો છે. મહત્વનું છે કે 2018ના પહેલા ત્રિમાસિક ગાળામાં 2.3 કરોડ સ્માર્ટફોન સાથે, KaiOS પર ચાલતા ફોનમાં 11,440 ટકાનો વધારો થયો છે.

JioPhone 2 vs JioPhone 1530787975 રિલાયન્સ જીઓએ ઓપરેટિંગ સિસ્ટમમાં પણ મચાવી ધૂમ, એપલની iOS ને પછાડી

એક રિસર્ચ મુજબ KaiOS ભારતમાં ફીચર ફોનની ડિમાન્ડ વધારી રકહ્યું છે. KaiOSએ 4G ફીચર ફોનના સેક્ટરમાં રિલાયંસનો દબદબો પણ મદદ કરી છે.