Not Set/ પુલવામા હુમલો વડાપ્રધાને બોલાવી ઈમરજન્સી મીટીંગ, આતંકવાદને અપાશે જડબાતોડ જવાબ

નવી દિલ્હી, જમ્મુ-કાશ્મીરના પુલવામાના અવંતિપોરામાં થયેલ આતંકી હુમલાને લઈને પ્રધાનમંત્રી આવાસ 7  લોક કલ્યાણ માર્ગ પર કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (સીસીએસ) પર મહત્વની બેઠકમાં પાકિસ્તાન સામે મજબૂત પગલાં લેવા માટે નિર્ણય કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વમાં થયેલ આ બેઠકમાં ગૃહ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, રક્ષા મંત્રી નિર્મલા […]

Top Stories India
qpp 2 પુલવામા હુમલો વડાપ્રધાને બોલાવી ઈમરજન્સી મીટીંગ, આતંકવાદને અપાશે જડબાતોડ જવાબ

નવી દિલ્હી,

જમ્મુ-કાશ્મીરના પુલવામાના અવંતિપોરામાં થયેલ આતંકી હુમલાને લઈને પ્રધાનમંત્રી આવાસ 7  લોક કલ્યાણ માર્ગ પર કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (સીસીએસ) પર મહત્વની બેઠકમાં પાકિસ્તાન સામે મજબૂત પગલાં લેવા માટે નિર્ણય કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વમાં થયેલ આ બેઠકમાં ગૃહ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ, એનએસએ અજીત ડોવાલ ખુફિયા વિભાગ (આઈબી)ના ઉચ્ચ અધિકરીઓના સિવાય ત્રણ સૈન્યના પ્રમુખ પણ જોડાયા. બેઠકમાં, સીઆરપીએફ ડીજી પુલવામા આતંકવાદી હુમલા વિશેની માહિતી સમિતિ (સીસીએસ) ને જાણકારી આપી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે સવારે ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. જેમાં તમામ વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં તમામ પાસા પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ત્રાસવાદીઓ દ્વારા સીઆરપીએફના કાફલાને ટાર્ગેટ બનાવીને હુમલો કરવામાં આવ્યા બાદ ઉભી થયેલી સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી.

શહીદ થયેલા જવાનોના સન્માનમાં બે મિનિટનુ મૌન પાળવામાં આવ્યુ હતુ. સાથે સાથે હુમલા કરનાર ત્રાસવાદીઓ અને હુમલામાં મદદ કરનારને બોધપાઠ ભણાવવાની પણ વાત કરવામા આવી હતી. મોદીએ તમામ પાસા પર તમામ સંબંધિતોના અભિપ્રાય લીધા હતા. બેઠક બાદ કેન્દ્રિય પ્રધાન અરૂણ જેટલીએ કહ્યુ હતુ કે આજની બેઠકમાં તમામ પાસા પર ચર્ચા થઇ છે. અરૂણ જેટલીએ એવો અભિપ્રાય આપ્યો છે કે પાકિસ્તાનને આપવામાં આવેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરરજ્જા પાછો ખેંચી લેવામાં આવ્યો છે. સાથે સાથે આંતરષ્ટ્રીય સ્તર પર પાકિસ્તાનને વધારે અલગ પાડવા અને તેની સામે વિશ્વ સમુદાયને એકત્રિત કરવાના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે.

જેટલીએ કહ્યુ હતુ કે કેન્દ્રિય ગૃહ પ્રધાન રાજનાથ સિંહ  આજે જમ્મુ કાશ્મીર પહોંચી ગયા છે. જ્યાં તેઓ સંબંધિત સુરક્ષા અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે. જેટલીએ કહ્યુ હતુ કે રાજનાથ સિંહ આવતીકાલે તમામ માહિતી મેળવીને પરત કરવામા આવ્યા બાદ  સર્વપક્ષીય બેઠક યોજવામાં આવનાર છે. જેમાં તમામ પક્ષોના અભિપ્રાય પણ લેવામાં આવનાર છે. જેના પછી ભાવિ રણનિતી તૈયાર કરવામાં આવશે. દેશના લોકોમાં સર્જિકલ સ્ટ્રાઇકને લઇને વધતી જતી માંગ વચ્ચે હવે મોદી સામે પણ કેટલાક પડકારો રહેલા છે. ઉરી બાદ ભારતીય સેનાએ સર્જિકલ હુમલા કર્યા હતા જેથી આ વખતે તેના કરતા વધારે મોટા હુમલા થયા બાદ મોટી કાર્યવાહી કરવામાં આવશે તેમ દેશના લોકો માની રહ્યા છે.મોદી સરકાર પર પણ આને લઇને જારદાર દબાણ આવી રહ્યુ છે.