Not Set/ યુપીમાં કોંગ્રેસે વધુ સૈનિક તૈનાત કર્યા,આ 6 નેતાઓને સોંપાઇ મહત્વની જવાબદારી

દિલ્હી, લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસે ઉત્તર પ્રદેશ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.કોંગ્રેસના પ્રેસીડન્ટ રાહુલ ગાંધીએ ઓલ ઇન્ડિયા વર્કિંગ કમિટીના 6 સેક્રેટરીઓની નિમણુંક યુપીમાં કરી છે.આમાંથી ત્રણ જ્યોતિરાદિત્ય સિંધીયા સાથે કામ કરશે તો ત્રણ પ્રિયંકા ગાંધી સાથે. કોંગ્રેસે જુબેર ખાન,કુમાર આશિષ અને બાજીરાવ ખડેને પ્રિયંકા ગાંધી સાથે કામ કરવા મુક્યા છે,તો રાણા ગોસ્વામી,ધીરજ ગુર્જર અને રોહિત […]

Top Stories India Trending
2o 10 યુપીમાં કોંગ્રેસે વધુ સૈનિક તૈનાત કર્યા,આ 6 નેતાઓને સોંપાઇ મહત્વની જવાબદારી

દિલ્હી,

લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસે ઉત્તર પ્રદેશ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.કોંગ્રેસના પ્રેસીડન્ટ રાહુલ ગાંધીએ ઓલ ઇન્ડિયા વર્કિંગ કમિટીના 6 સેક્રેટરીઓની નિમણુંક યુપીમાં કરી છે.આમાંથી ત્રણ જ્યોતિરાદિત્ય સિંધીયા સાથે કામ કરશે તો ત્રણ પ્રિયંકા ગાંધી સાથે.

કોંગ્રેસે જુબેર ખાન,કુમાર આશિષ અને બાજીરાવ ખડેને પ્રિયંકા ગાંધી સાથે કામ કરવા મુક્યા છે,તો રાણા ગોસ્વામી,ધીરજ ગુર્જર અને રોહિત ચૌધરીને જ્યોતિરાદિત્ય સિંધીયા સાથે મુક્યા છે.

મધ્યપ્રદેશના અગ્રણી નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા, જેમણે પશ્ચિમ યુપીનો હવાલો સંભાળ્યો હતો, જ્યારે પ્રિયંકા ગાંધીને પૂર્વી યુપીનો આદેશ આપ્યો હતો. હવે કૉંગ્રેસને બીજો દાવ ચાલ્યો છે. કોંગ્રેસે રાજસ્થાનના બે વરિષ્ઠ નેતાઓને યુપીની મોટી જવાબદારી આપી છે. રાજસ્થાન કોંગ્રેસના ધીરજ ગુર્જર અને જુબેર ખાનને વધુ જવાબદારી આપીને પાર્ટીના રાષ્ટ્રીય સચિવ નિમણૂક કર્યા છે.

કૉંગ્રેસના મહાસચિવ કે સી વેણુગોપાલે બંનેની નિમણૂંકનો આદેશ જારી કર્યો છે. પાર્ટીએ ધીરજ ગુર્જરને રાષ્ટ્રીય સચિવ બનાવતા પશ્ચિમ યુપી જ્યોતિરાદિત્ય સિંધિયાના મહામંત્રી સાથે જોડવામાં આવ્યા છે. ત્યાં જ પૂર્વી યુપીના અધ્યક્ષ પ્રિયંકા ગાંધી સાથે જુબેર ખાનને રાષ્ટ્રીય સચિવ તરીકે નિમવામાં આવ્યા છે. બંને પક્ષ માટે મળીને કામ કરશે.

આપને જણાવી દઈએ કે કોંગ્રેસે પશ્ચિમ યુપી અને પૂર્વીય યુપીમાં 3-3 રાષ્ટ્રીય સચિવોને પ્રભારી સાથે અટેચ કર્યા છે. પશ્ચિમ યુપીના સિંધિયા સાથે રાણા ગોસ્વામીધીરજ ગુર્જર અને રોહિત ચૌધરી, પાર્ટીને મજબૂત કરશે. તો, પૂર્વીય યુપીનો હવાલોમાં પ્રિયંકા ગાંધીના હાથને મજબૂત કરવા માટે જુબેર ખાન, કુમાર આશીષ અને બાજીરાવ કામ કરશે.

જણાવી દઈએ કે રાષ્ટ્રીય સચિવ બનેલ ધીરજ ગુર્જર આ વખતે વિધાનસભા ચુંટણી હારી ગયા હતા.