Not Set/ રાજસ્થાન : કોલસા ભરેલી ચાલુ ટ્રકમાં લાગી આગ અને પછી ડ્રાઈવરે કર્યું કઈક આવું કે…

જયપુર રાજસ્થાનમાં પાલી જીલ્લામાં બાલી શહેરમાં ડ્રાઈવરની હોંશિયારીથી એક મોટી દુર્ઘટના થતા-થતા બચી ગઈ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે કોલસાથી ભરેલી ટ્રક રસ્તા પરથી પસાર થઇ રહી હતી તે દરમ્યાન અચાનક તેમાં આગ લાગી ગઈ હતી. આગને લીધે ભયાનક દ્રશ્યો સર્જાયા હતા. ટ્રકમાં રહેલા કોલસા સળગી ગયા હતા અને આખા ટ્રકને તેની ઝપેટમાં લઇ લીધો હતો. […]

Top Stories India Trending
1547002357 truck full of coal on fire રાજસ્થાન : કોલસા ભરેલી ચાલુ ટ્રકમાં લાગી આગ અને પછી ડ્રાઈવરે કર્યું કઈક આવું કે...

જયપુર

રાજસ્થાનમાં પાલી જીલ્લામાં બાલી શહેરમાં ડ્રાઈવરની હોંશિયારીથી એક મોટી દુર્ઘટના થતા-થતા બચી ગઈ છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે કોલસાથી ભરેલી ટ્રક રસ્તા પરથી પસાર થઇ રહી હતી તે દરમ્યાન અચાનક તેમાં આગ લાગી ગઈ હતી. આગને લીધે ભયાનક દ્રશ્યો સર્જાયા હતા. ટ્રકમાં રહેલા કોલસા સળગી ગયા હતા અને આખા ટ્રકને તેની ઝપેટમાં લઇ લીધો હતો.

પરંતુ ટ્રકનો ડ્રાઈવર હોંશિયાર હતો તેણે હિમ્મત બતાવી અને મોટી દુર્ઘટના બનતા-બનતા બચી ગઈ હતી. જયારે ડ્રાઈવરને જાણ થઇ કે ટ્રકમાં આગ લાગી છે ત્યારે તેણે ટ્રક ઝડપથી ચલાવ્યો અને શહેરથી દૂર લઇ ગયો અને એકાંત જગ્યાએ ટ્રકને મૂકી દીધો.

થોડા સમય પછી આગની જાણ થતા જેસીબી મશીનની મદદથી કોલસાને ટ્રકમાંથી નીકળવામાં આવ્યા અને આગ પર કાબુ મેળવાઈ લેવાયો હતો.જો ડ્રાઈવરે આવી હિમ્મત અને સુઝબુઝ ન વાપરી હોત તો એક મોટી દુર્ઘટના થઇ શકતી હતી.

આ ટ્રકમાં કોઈ અજ્ઞાત કારણોને લીધે આગ લાગી હતી. હવાના લીધે આ આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. પોતાની ટ્રકમાં આગ લાગી છે તેનો કોઈ અંદાજો પણ ડ્રાઈવરને નહતો.અન્ય વાહન ચાલકોએ ડ્રાઈવરને આ જાણ કરી હતી અને તેણે પોતાની હોંશિયારી વાપરી હતી