Not Set/ ઉંદરોએ મનાવી થર્ટી ફર્સ્ટ, 1000 લીટર દારૂ પી ગયા

યુપી, આવતીકાલે 31મી ડિસેમ્બર છે ત્યારે લોકો દારૂ અને ડાન્સની મહેફીલની તૈયારીઓમાં લાગ્યા છે.જો કે દારૂ પીવા બાબતે માણસજાતને પણ સારી કહેવડાવે તેવા ઉંદરો દેશમાં મોજ માણી રહ્યાં છે. યુપીના એક પોલીસ મથકમાં જપ્ત કરીને મુકી રખાયેલો 1000 લીટર દારુ ઉંદરો પી ગયા હતા.ખુદ પોલીસે પણ આની પુષ્ટિ કરતા કહ્યું કે આ બધો દારૂ ઉંદર […]

India

યુપી,

આવતીકાલે 31મી ડિસેમ્બર છે ત્યારે લોકો દારૂ અને ડાન્સની મહેફીલની તૈયારીઓમાં લાગ્યા છે.જો કે દારૂ પીવા બાબતે માણસજાતને પણ સારી કહેવડાવે તેવા ઉંદરો દેશમાં મોજ માણી રહ્યાં છે.

યુપીના એક પોલીસ મથકમાં જપ્ત કરીને મુકી રખાયેલો 1000 લીટર દારુ ઉંદરો પી ગયા હતા.ખુદ પોલીસે પણ આની પુષ્ટિ કરતા કહ્યું કે આ બધો દારૂ ઉંદર પી ગયા છે.

યુપીના બરેલી પોલીસ મથકમાં જુદા જુદા સમયે પકડવામાં આવેલો 1000 લીટર જેટલો દારુ સ્ટોર રુમમાં મુકવામાં આવ્યો હતો. પોલીસ મથકનો હેડ ક્લાર્ક જ્યારે સ્ટોર રુમમાં ચકાસણી કરવા ગયો ત્યારે તેને દારુની ખાલી બોટલો જ જોવા મળી હતી.કેટલીક બોટલો તુટી ગઈ હતી.સ્ટોર રુમમાં ઉંદરો ફરતા જોવા મળ્યા હતા.

પોલીસે દાવો કર્યો હતો કે જુદા જુદા સમયે આ દારુ ઉંદરો પી ગયા છે.બીજી તરફ બરેલી પોલીસે કહયુ હતુ કે અમે ઉંદરોને પકડી પાડીશું અને ભવિષ્યમાં ઉંદરો સ્ટોર રુમમાં ના પ્રવેશે તેની કાળજી રાખીશું.