Not Set/ દેશમાં નવા કેસની રોકેટગતિથી ચિંતા, છેલ્લાં 24 કલાકમાં 68 હજારથી વધુ કેસ, વિશ્વભરમાં સૌથી વધુ નવા કેસ ભારતમાં

2021માં રોજ નવા રેકોર્ડ બની રહ્યાં છે. પણ છેલ્લાં 24 કલાકમાં ભારત સૌથી જોખમી સ્થિતિમાં પહોંચી ગયું

India
2020 7largeimg 1871691253 1 દેશમાં નવા કેસની રોકેટગતિથી ચિંતા, છેલ્લાં 24 કલાકમાં 68 હજારથી વધુ કેસ, વિશ્વભરમાં સૌથી વધુ નવા કેસ ભારતમાં

વિશ્વભરમાં છેલ્લાં 24 કલાકમાં સૌથી વધુ નવા કેસ ભારતમાં નોંધાયા છે. ભારત જ એવો દેશ છે જ્યાં હાલમાં સૌથી વધુ દર્દીઓ ગંભીર હાલતમાં સારવાર લઇ રહ્યાં છે. દેશના 7 રાજ્યોમાં 84 ટકાથી વધુ નવા કેસ આવી રહ્યાં છે.

વિશ્વ આખા કોરોના તેના અલગ અલગ સ્ટ્રેન સાથે હાજરી પૂરાવતો રહે છે. માંડ માંડ રાહતનો શ્વાસ લઈ રહેલાં ભારતને કોરોનાના નવા સ્ટ્રેને ભરડામાં લીધું છે. 2021માં રોજ નવા રેકોર્ડ બની રહ્યાં છે. પણ છેલ્લાં 24 કલાકમાં ભારત સૌથી જોખમી સ્થિતિમાં પહોંચી ગયું. આંકડાની રીતે જોઈએ તો છેલ્લાં 24 કલાકમાં 68 હજારથી વધુ નવા કેસ સાથે ભારત સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમાંકે રહ્યું. જ્યારે કે ચિંતાજનક સ્થિતિમાં રહેલું બ્રાઝીલ અને અમેરિકા 44 હજારથી વધુ કેસ સાથે અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહ્યાં. ભારત માટે સૌથી મોટી ચિંતા એ છે કે ગ્રાફ સડસડાટ ઉપર જઈ રહ્યો છે. રોજ નવી ઉપલી સપાટી બને છે. એમાં પણ એક બે નહીં પરંતુ દેશના સાત રાજ્યોમાં સ્થિતિ ચિંતાજનક છે.

દેશમાં બીજી મોટી ચિંતા એ છે કે ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં એડમિટ હોય એવા અને વેન્ટિલેટર પર હોય એવા મળીને કુલ 8,944 દર્દીઓ સાથે ભારત આ યાદીમાં વિશ્વમાં પ્રથમ ક્રમે છે. 8,318 આવા ગંભીર દર્દીઓ સાથે બ્રાઝીલ આ યાદીમાં બીજા ક્રમે છે. બીજી ચિંતાની વાત એ પણ છે કે છેલ્લાં 1 માસથી દરરોજ દેશમાં એક્ટિવ કેસ ઝડપથી વધી રહ્યાં છે. 11 ફેબ્રૂઆરીએ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 1.37 લાખ હતી. જે વધીને દોઢ મહિનામાં જ 5.23 લાખ પર પહોંચી ગઈ. એટલે કે સરેરાશ રોજના 5થી 10 હજાર અને છેલ્લાં કેટલાંક દિવસમાં રોજના 15થી 20 હજાર એક્ટિવ કેસ વધ્યાં છે. જો તકેદારી નહીં રાખીએ તો સ્થિતિ વધુ કફોડી બનવાની એટલું નક્કી છે.