Not Set/ દેશમાં 24 કલાકમાં  9 હજાર નવા કેસ,  15 હજાર દર્દી રિકવર

ભારતમાં છેલ્લા 24 કલાકમાં, કોરોના વાયરસના ચેપના 9,309 નવા કેસ નોંધાયા છે. અને 87 દર્દીઓનું

India
1
  • દેશમાં હાલ 1.33 લાખ એક્ટિવ કેસ
  • દેશમાં કુલ કેસનો આંક 1.08 કરોડ પર
  • દેશમાં ફરી રાહતસૂચક આંક આવ્યો સામે

ભારતમાં છેલ્લા 24 કલાકમાં, કોરોના વાયરસના ચેપના 9,309 નવા કેસ નોંધાયા છે. અને 87 દર્દીઓનું  મોત નિપજ્યું છે. આ સાથે, દેશમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 1,08,80,603 થઈ ગઈ છે. આમાંથી 1,55,447 લોકોએ આ ખતરનાક વાયરસને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. સક્રિય કેસની સંખ્યા ઘટીને 1,35,926 પર આવી છે. સપ્ટેમ્બરમાં રોગચાળાની ટોચ પર, આ સંખ્યા 10 લાખથી વધુ હતી. છેલ્લા 24 કલાકમાં, દેશભરમાં 15,858 દર્દીઓ સાજા થયા.આ સાથે, રોગચાળાને પરાજિત કરતાં કુલ દર્દીઓની સંખ્યા 1,05,89,230 થઈ ગઈ છે. દેશનો રીકવરી દર 97.32 ટકા છે.

આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 7,65,944 પરીક્ષણો કરવામાં આવ્યા હતા. રોગચાળાની શરૂઆત થઈ ત્યારથી, દેશમાં લગભગ 20.48 કરોડ કોરોના વાયરસ પરીક્ષણો કરવામાં આવ્યા છે.

જો આપણે સૌથી અસરગ્રસ્ત રાજ્યો પર નજર કરીએ તો, મહારાષ્ટ્રમાં 20,52,905 લોકો ચેપગ્રસ્ત બન્યા છે. અને 51,415 લોકોનાં મોત નીપજ્યાં છે. બીજા સૌથી અસરગ્રસ્ત રાજ્ય કેરળમાં અત્યાર સુધીમાં 9,88,655 લોકો ચેપ લાગ્યાં છે અને 3,936 લોકો મૃત્યુ પામ્યા છે. આંધ્રપ્રદેશમાં 8,88,692 કેસ અને 7,161 મૃત્યુ નોધાયા છે.

રસીકરણ અભિયાન

રસીકરણ અભિયાન વિશે વાત કરતા, દેશમાં 75,05,010 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. પાછલા દિવસે 4,87,896 લોકોને રસી આપવામાં આવી હતી. હાલમાં, આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન કર્મચારીઓને રસી આપવામાં આવી રહી છે.

લદ્દાખ / ચીને બે દિવસમાં 200 ટેંક દુર કરી, ઝડપથી ખાલી કરી રહ્યું છે પેંગોંગ ત્સો વિસ્તાર

Political / ચીન સાથે સરહદ પરના ગતિરોધ અંગે રક્ષામંત્રી દેશને ગેરમાર્ગે દોરે છે : રણજીત સુરજેવાલા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…