Not Set/ ચૂંટણી સમયે મધ્યપ્રદેશમાંથી IT એ કર્યો રૂ. 500 કરોડના હવાલાનો પર્દાફાશ

ભોપાલ: આવકવેરા (IT) વિભાગ દ્વારા મધ્ય પ્રદેશના જબલપુર શહેરમાંથી રૂ. 500 કરોડથી વધુની રકમની હેરફેરના દસ્તાવેજો પકડી પાડીને હવાલા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આવકવેરા (IT) વિભાગ દ્વારા છેલ્લા બે દિવસમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં રેડ પાડવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ આવકવેરા વિભાગ દ્વારા રાજ્યના જુદા જુદા 17 સ્થળોએ રેડ […]

Top Stories India Trending
Rs. 500 Crore Hawala Cash Documents Recovered by IT In Poll-Bound Madhya Pradesh

ભોપાલ: આવકવેરા (IT) વિભાગ દ્વારા મધ્ય પ્રદેશના જબલપુર શહેરમાંથી રૂ. 500 કરોડથી વધુની રકમની હેરફેરના દસ્તાવેજો પકડી પાડીને હવાલા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આવકવેરા (IT) વિભાગ દ્વારા છેલ્લા બે દિવસમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં રેડ પાડવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ આવકવેરા વિભાગ દ્વારા રાજ્યના જુદા જુદા 17 સ્થળોએ રેડ પાડવામાં આવી હતી. આ રેડ દરમિયાન આવકવેરા વિભાગ દ્વારા જબલપુરના એક બિઝનેસમેનને ત્યાંથી રૂપિયા 3.5 કરોડની બેહિસાબી મિલકતો અને રૂ. 60 લાખ રોકડા કબજે કરવામાં આવ્યા હતા.

આવકવેરા વિભાગ દ્વારા આ મામલાને રાજકીય રીતે પણ તપાસવામાં આવી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશમાં આગામી તા. 28 નવેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી અંતર્ગત 230 વિધાનસભા બેઠકો ઉપર મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જયારે તા. 11 ડિસેમ્બરના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર થશે.