Not Set/ મોહન ભાગવતથી મળ્યા મૌલાના મદની,હિન્દુ-મુસ્લિમ એકતા પર થઈ ચર્ચા

દિલ્હી, જમીયત ઉલેમા-એ-હિન્દના પ્રમુખ મૌલાના અરશદ મદનીએ શુક્રવારે દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતને મળ્યા હતા. આ બેઠક દિલ્હીના ઝાંડેવાલાનમાં ખાતે સંઘ કાર્યાલય ‘કેશવ કુંજ’ ખાતે મળી હતી. આ દરમિયાન મૌલાના અરશદ મદનીએ સંઘના પ્રમુખ ભાગવત સાથે વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે સંઘ મુસ્લિમો પ્રત્યેનો પોતાનો દ્રષ્ટિકોણ બદલ્યો છે અને […]

Top Stories India
aaaaaaaaamm 16 મોહન ભાગવતથી મળ્યા મૌલાના મદની,હિન્દુ-મુસ્લિમ એકતા પર થઈ ચર્ચા

દિલ્હી,

જમીયત ઉલેમા-એ-હિન્દના પ્રમુખ મૌલાના અરશદ મદનીએ શુક્રવારે દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતને મળ્યા હતા. આ બેઠક દિલ્હીના ઝાંડેવાલાનમાં ખાતે સંઘ કાર્યાલય ‘કેશવ કુંજ’ ખાતે મળી હતી.

આ દરમિયાન મૌલાના અરશદ મદનીએ સંઘના પ્રમુખ ભાગવત સાથે વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે સંઘ મુસ્લિમો પ્રત્યેનો પોતાનો દ્રષ્ટિકોણ બદલ્યો છે અને માત્ર બયાનબાજી નહીં પરંતુ જમીન પર કામ કરવું જોઈએ.

વર્તમાન સમયમાં મોદી સરકાર સત્તામાં આવવાની અને સંઘની વધેલી તાકત વચ્ચેની આ બેઠકથી ઘણા અર્થો કાઢવામાં આવી રહ્યા છે. આ બેઠક લગભગ દોઢ કલાક ચાલી હતી. જાણકાર સૂત્રોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે મદની રાષ્ટ્રીય જનમંચની પહેલ પર આરએસએસના મુખ્ય હેડક્વોર્ટર પહોંચી હતી.

આ એક મંચ છે જે રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. સૂત્રોના જણાવ્યા મુજબ હિન્દુ-મુસ્લિમ એકતાની દ્રષ્ટિએ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

બંને પક્ષો આ વિચાર-વિમર્શ સાથે સહમત હોવાનું જણાયું હતું. ભાજપના પૂર્વ સેક્રેટરી (સંગઠન) અને હવે આરએસએસ પરત આવેલા રામલાલને વાતચીત ચાલુ રાખવા જણાવ્યું છે. તેમજ બેઠકમાં ચર્ચા થયેલ મુદ્દાઓને આગળ લઇ જવા નિર્દેશ આપવામાં આવ્યો છે.

બંને હસ્તિઓ વચ્ચેની બેઠક એવા સમયે થઈ છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે કલમ  370 હટાવવાનો વિવાદ ચરમસીમાએ છે. સાથે જ સંસદે ટ્રિપલ તલાકને દૂર કરવાની મંજૂરી પણ આપી દીધી છે.

તાજેતરમાં જમાતની વર્કિંગ કમિટીમાં મદનીએ માંગ કરી હતી કે મોબ લિંચિંગને લગતી બાબતો માટે સરકારે વિશેષ કાયદો લાવવો જોઈએ. મદનીએ કોમી વાતાવરણ અને મોબ લિંચિંગની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.