કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ જીડીપી વૃદ્ધિ દરમાં ઘટાડા માટે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેઓએ પૂછ્યું છે કે અર્થતંત્રને નષ્ટ કોણ નષ્ટ કરી રહ્યું છે. ? પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરી કહ્યું હતું કે, “જીડીપી વૃદ્ધિ દરના ઘટાડા થી સ્પષ્ટ થઈ ગયું છે કે સારા દિવસો ના સ્વપ્ન બતાવી રહેલી ભાજપ સરકારે અર્થવ્યવસ્થામાં પંકચર કરી દીધી છે.” નથી જીડીપી વૃદ્ધિ કે નથી રૂપિયાની મજબૂતાઈ. રોજગાર તો ખબર નથી ક્યાં ગાયબ થઈ ગયા છે. હવે કહો કે, અર્થવ્યવસ્થાને નષ્ટ કરવાનું કાર્ય કોનું છે? ‘
મંદીના કારણે દેશનો વિકાસ દર ઘટી ગયો છે. આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી 8.8 ટકાથી ઘટીને નીચે પાંચ ટકા પર આવી ગયો છે. નાણાં મંત્રાલયની સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસે શુક્રવારે આ આંકડા જાહેર કર્યા હતા. ગયા વર્ષે તે જ સમયગાળા દરમિયાન આઠ ટકાથી ઉપર હતો. ગયા નાણાકીય વર્ષના છેલ્લા ક્વાર્ટરમાં તે 5.8 ટકા હતો.
નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં છેલ્લા સાડા છ વર્ષમાં જીડીપી ગતિ સૌથી ઓછી નોંધાઈ છે. સૌથી વધુ ઘટાડો જોવા મળતા ક્ષેત્રોમાં ઉત્પાદન ક્ષેત્રે ૧૨.૧ ટકાની તુલનાએ 0.6 ટકા વૃદ્ધિ નોંધાવી છે.
શુક્રવારે, વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝ એ મંદીની વચ્ચે દેશના વિકાસની આગાહીને ડાઉનગ્રેડ કરી હતી. એજન્સીએ નાણાકીય વર્ષ 2019 અને 2020 ના જીડીપીના અંદાજમાં ભારે ઘટાડો કર્યો હતો. એજન્સીએ નાણાકીય વર્ષ 19 માટે જીડીપી 6.80 ટકાથી ઘટાડીને 6.20 ટકા કર્યો છે. તે જ સમયે, જીડીપી 2020 માટે 7.30 ટકાથી ઘટાડીને 6.7 ટકા કરવામાં આવ્યો છે.
એજન્સીએ એક નિવેદન બહાર પાડતાં કહ્યું કે વૈશ્વિક અર્થતંત્રમાં મંદી છે, જેની અસર એશિયન દેશોમાં પણ જોવા મળી છે. આનાથી રોકાણના વાતાવરણને પણ અસર થઈ છે. વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થાનો તાજ ભારતથી છીનવી લેવામાં આવ્યો છે. વર્લ્ડ બેંકના ડેટા મુજબ વર્ષ 2018 માં ધીમી અર્થવ્યવસ્થાને કારણે ભારત હવે સાતમા સ્થાને પહોંચી ગયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.