Not Set/ જમ્મુ-કાશ્મીર : સોપોરમાં આતંકીઓના 8 સહયોગીની ધરપકડ,પોસ્ટરો છાપીને લોકોને ડરાવતા હતા

જમ્મુ-કાશ્મીરમાં પોલીસે અફવાને પહોંચી વળવા મોટી કાર્યવાહી કરી છે. સોપોર પોલીસે સોમવારે આતંકવાદીઓને સમર્થન આપતા 8 લોકોની ધરપકડ કરી હતી. આ લોકો પર લોકોને ધમકાવવા અને પોસ્ટરો છાપીને લોકોને ડરાવવાનો આરોપ છે. પોલીસ હાલ આ કેસની તપાસ કરી રહી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સોપોર પોલીસ લોકોને તાજેતરમાં થયેલી હત્યાથી પણ જોડી રહી છે. […]

Top Stories India
aaaaaaaaaaaaaaaaaam 10 જમ્મુ-કાશ્મીર : સોપોરમાં આતંકીઓના 8 સહયોગીની ધરપકડ,પોસ્ટરો છાપીને લોકોને ડરાવતા હતા

જમ્મુ-કાશ્મીરમાં પોલીસે અફવાને પહોંચી વળવા મોટી કાર્યવાહી કરી છે. સોપોર પોલીસે સોમવારે આતંકવાદીઓને સમર્થન આપતા 8 લોકોની ધરપકડ કરી હતી. આ લોકો પર લોકોને ધમકાવવા અને પોસ્ટરો છાપીને લોકોને ડરાવવાનો આરોપ છે. પોલીસ હાલ આ કેસની તપાસ કરી રહી છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સોપોર પોલીસ લોકોને તાજેતરમાં થયેલી હત્યાથી પણ જોડી રહી છે. પોલીસે આ લોકો પાસેથી કોમ્યુટર અને અન્ય સામગ્રી પણ મળી આવી છે. આ ચીજોનો ઉપયોગ ઉશ્કેરણીજનક પોસ્ટ્સ બનાવવા અને પોસ્ટ કરવા માટે કરવામાં આવતો હતો.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ધરપકડ કરાયેલા 8 લોકોમાંથી ત્રણ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (એલઇટી) સાથે પણ સંકળાયેલા છે. આ ત્રણે આતંકવાદીઓ આ આખી ગેંગનો મુખ્ય સૂત્રધાર હતો. પોલીસે આ લોકો પાસેથી મેળવેલા તમામ કમ્પ્યુટર અને એક્સટેન્સરી કબજે કરી છે.

આ ધરપકડ કરાયેલા આતંકવાદીઓ અને તેમના સાથીઓમાં એજાઝ મીર, ઓમર મીર, તૌસિફ નઝર, ઇમ્તિયાઝ નઝર, ઓમર અકબર, ફૈઝાન લતીફ, ડેનિશ હબીબ અને શૌકત અહેમદ મીરનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.