Not Set/ ફોક્સવેગન પર નહીં લાગે 500 કરોડનો દંડ, સુપ્રીમે લગાવી રોક

ફોક્સવેગન માટે એક મોટા રાહતના સમાચાર છે. એનજીટીએ પર્યાવરણને પ્રદૂષિત કરવા બદલ ફોક્સવેગનને 500 કરોડનો દંડ ફટકાર્યો હતો. સુપ્રીમે સુનાવણી કરતા કહ્યું હતું કે ફોક્સવેગન વિરુદ્વ કોઇ દંડાત્મક કાર્યવાહી નહીં કરવામાં આવે. આ કંપની પર એવા આરોપ હતા કે કંપનીએ કારમાં ફિટ કરેલી એક ડિવાઇસથી વાતાવરણ પ્રદૂષિત થાય છે. આ અંગે સુનાવણી કરતા ન્યાયમૂર્તિ એસ […]

Business
Volkswagen ફોક્સવેગન પર નહીં લાગે 500 કરોડનો દંડ, સુપ્રીમે લગાવી રોક

ફોક્સવેગન માટે એક મોટા રાહતના સમાચાર છે. એનજીટીએ પર્યાવરણને પ્રદૂષિત કરવા બદલ ફોક્સવેગનને 500 કરોડનો દંડ ફટકાર્યો હતો. સુપ્રીમે સુનાવણી કરતા કહ્યું હતું કે ફોક્સવેગન વિરુદ્વ કોઇ દંડાત્મક કાર્યવાહી નહીં કરવામાં આવે. આ કંપની પર એવા આરોપ હતા કે કંપનીએ કારમાં ફિટ કરેલી એક ડિવાઇસથી વાતાવરણ પ્રદૂષિત થાય છે.

આ અંગે સુનાવણી કરતા ન્યાયમૂર્તિ એસ એ બોબડેની અધ્યક્ષતાવાળી પીઠે હાલમાં તો આ વિદેશી ઓટોમોબાઇલ કંપની પર કોઇપણ પ્રકારનો દંડ લગાવવા પર રોક મૂકી છે. જણાવી દઇએ કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ફોક્સવેગન પર રૂ.500 કરોડનો દંડ ફટકારીને બે મહિનાની અંદર આ રાશિ જમા કરવાનો નિર્દેશ કર્યો હતો.

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે તેના નિર્ણયમાં કહ્યું હતું કે ફોક્સવેગન ભારતનમાં ડીઝલ વાહનોમાં સસ્તી ડિવાઇસના ઉપયોગથી પર્યાવરણને દુષિત કરી રહ્યું છે અને તેને 100 કરોડ રૂપિયાની વચગાળાની દંડની રાશિ કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં જમા કરવાનો નિર્દેશ કર્યો હતો.

માર્ચ મહિનામાં એનજીટીએ ફોક્સવેગન પર ડીઝલ કારમાં કાર્બન ઉત્સર્જનને છુપાવવા માટે ડિવાઇસનો ઉપયોગ કરવા બદલ 500 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ફોક્સવેગન પર આરોપ છે કે કંપનીએ ડીઝલ ગાડીઓમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવાને બદલે એવા ચિપ સેટ ઉપયોગ કર્યા હતા, જેથી પ્રદૂષણની તપાસના આંકડાઓમાં ફેરબદલ કરી શકાય.