Not Set/ કલમ 370 પર તાત્કાલિક સુનવણીથી ઇનકાર : સુપ્રીમ કોર્ટ

દિલ્હી, સુપ્રીમ કોર્ટે કલમ 370 પર રાષ્ટ્રપતિના હુકમને પડકારતી અરજી પર તાત્કાલિક સુનવણી કરવાની ઇનકાર કર્યો છે. કોર્ટે અરજદારને કહ્યું કે કલમ 370 પર  રાષ્ટ્રપતિની આદેશોને પડકારતી અરજી પર નિયત સમયમાં સુનાવણી કરવામાં આવશે. આ અરજીને વકીલ મનોહરલાલ શર્માએ કોર્ટમાં દાખલ કરી હતી. જસ્ટિસ એનવી રમણાની પ્રમુખપદ વાળી ખંડપીઠે કહ્યું કે,’સમગ્ર મામલાને સૂચીબધ્ધ કરવા માટે […]

Top Stories India
arjnnn 7 કલમ 370 પર તાત્કાલિક સુનવણીથી ઇનકાર : સુપ્રીમ કોર્ટ

દિલ્હી,

સુપ્રીમ કોર્ટે કલમ 370 પર રાષ્ટ્રપતિના હુકમને પડકારતી અરજી પર તાત્કાલિક સુનવણી કરવાની ઇનકાર કર્યો છે. કોર્ટે અરજદારને કહ્યું કે કલમ 370 પર  રાષ્ટ્રપતિની આદેશોને પડકારતી અરજી પર નિયત સમયમાં સુનાવણી કરવામાં આવશે. આ અરજીને વકીલ મનોહરલાલ શર્માએ કોર્ટમાં દાખલ કરી હતી. જસ્ટિસ એનવી રમણાની પ્રમુખપદ વાળી ખંડપીઠે કહ્યું કે,’સમગ્ર મામલાને સૂચીબધ્ધ કરવા માટે સમગ્ર મામલાને યોગ્ય ખંડપીઠની સમક્ષ મુકવામાં આવશે. એટલે કે આ મામલો ભારતના મુખ્ય ન્યાયમૂર્તિઓના સમક્ષ રજુ કરવામાં આવશે

ગુઆ ઉપરાંત ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસ પક્ષના નેતા તહસીન પુનાવાલાએ જમ્મુ-કશ્મીરમાં કર્ફ્યુ દૂર કરવા, ફોન લાઇનો, ઇન્ટરનેટ, ન્યૂઝ ચેનલો પર અંકુશ અને અન્ય નિયંત્રણો દૂર કરવાની માગણી કરતી અરજી દાખલ કરી હતી. જેના પર પણ સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાથી ઇનકાર કર્યો હતો. જસ્ટિસ એનવી રમણાની પ્રમુખપદ વાળી ખંડપીઠે કહ્યું કે,’સમગ્ર મામલાને સૂચીબધ્ધ કરવા માટે સમગ્ર મામલાને યોગ્ય ખંડપીઠની સમક્ષ મુકવામાં આવશે.

આપને જણાવી દઈએ કે કલમ 37૦ ની એક કલમને છોડીને બીજી દૂર કરતા પહેલાં જ સરકારે ખીણમાં કર્ફ્યુ લગાવી દીધો હતો. મંગળવારે પૂંછમાં પથ્થરમારાની ઘટના સિવાય રાજ્યભરમાં શાંતિ જોવા મળી હતી.

પોલીસે દાવો કર્યો છે કે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રાજ્યના ત્રણેય પ્રદેશોમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ હતી. ડીજીપી દિલબાગ સિંહે કહ્યું કે રાજ્યના કોઈ પણ સ્થળેથી કોઈ અનિચ્છનીય બનાવની જાણ થઈ નથી. જમ્મુ-કાશ્મીરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.