India T20 Win/ બીજી ટી-20માં ભારત ન્યૂઝીલેન્ડ સામે માંડ-માંડ જીત્યું, સિરીઝ 1-1થી બરોબર

ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટી-20માં ભારત સૂર્યકુમાર યાદવે એક બોલ બાકી રહેતા ફટકારેલા ચોગ્ગાની મદદથી માંડ-માંડ જીત્યું હતું. ન્યૂઝીલેન્ડના 20 ઓવરમાં 8 વિકેટે 99 રનના જવાબમાં ભારતે 19.5 ઓવરમાં 4 વિકેટે 101 રન કરીને વિજય મેળવ્યો હતો.

Top Stories Sports
India T20 Win બીજી ટી-20માં ભારત ન્યૂઝીલેન્ડ સામે માંડ-માંડ જીત્યું, સિરીઝ 1-1થી બરોબર
  • ન્યૂઝીલેન્ડ 8 વિકેટે 99 રન, ભારત 4 વિકેટે 101 રન
  • બંને ટીમની કુલ 40 ઓવરમાંથી 30 ઓવર સ્પિનરોએ નાખી જે નવો રેકોર્ડ
  • ન્યૂઝીલેન્ડનો સ્કોર ટી-20માં ભારત સામેનો અત્યાર સુધીનો સૌથી નિમ્ન સ્કોર

India T20 Winning ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટી-20માં ભારત સૂર્યકુમાર યાદવે એક બોલ બાકી રહેતા ફટકારેલા ચોગ્ગાની મદદથી માંડ-માંડ જીત્યું હતું. ન્યૂઝીલેન્ડના 20 ઓવરમાં 8 વિકેટે 99 રનના જવાબમાં ભારતે 19.5 ઓવરમાં India T20 Winning 4 વિકેટે 101 રન કરીને વિજય મેળવ્યો હતો.

ન્યૂઝીલેન્ડે આપેલા 100 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં પણ ભારતે મુશ્કેલ પીચ પર India T20 Winning ફાંફા મારવા પડ્યા હતા. તેના પરથી જ ન્યૂઝીલેન્ડના સ્પિનરોની ક્ષમતાનો અંદાજ આવે છે. ભારતીય બેટસમેનો માટે એક-એક રન લેવો દુશ્કર થઈ ગયો હતો. આખી મેચમા બંનેમાંથી એકપણ ટીમ છગ્ગો મારી શકી ન હતી. તેના પરથી જ પીચ બેટિંગ માટે કેવી રહી હશે અને બોલરોનું કેટલું પ્રભુત્વ હશે તેનો અંદાજ આવી જાય છે. ન્યૂઝીલેન્ડ તરફથી કુલ આઠ ખેલાડીઓએ બોલિંગ કરી હતી. આના પરથી તેની પાસે કેટલા વિકલ્પો હતા તે સમજી શકાય છે. આખી મેચમાં કુલ 40 ઓવરમાંથી 30 ઓવર સ્પિનરોએ નાખી હતી, જે એક રેકોર્ડ જ કહી શકાય.

આ વિજયના પગલે ટી-20 સિરીઝ 1-1થી બરોબર થઈ ગઈ છે અને ત્રીજી ટી-20 અમદાવાદમાં પહેલી ફેબ્રુઆરીના રોજ રમાશે. આ મેચના આધારે જ સિરીઝ વિજેતા નક્કી થશે. સાંતનેરે પહેલેથી જ પીચ જોઈને ટોસ જીત્યા પછી બેટિંગમાં ઉતરવાનો નિર્ણય લીધો હતો. ભારતે પણ પીચ જોઈને સ્પિનરોને સમાવ્યા હતા. તેનો ફાયદો પણ ભારતને મળ્યો હતો.

અત્યંત ટર્ન લેતી પીચ પર ભારતીય સ્પિનરોએ ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોને અંકુશમાં રાખવામાં સફળતા મેળવી હતી. ન્યૂઝીલેન્ડની અડધી ટીમ ડબલ ફિગરે પણ માંડ-માંડ પહોંચી શકી હતી. કોઈપણ બેટસમેન વીસ રન પણ કરી શક્યો ન હતો. ભારતના બધા સ્પિનરોએ ન્યૂઝીલેન્ડના બેટ્સમેનો પર લગામ તાણી હતી. ભારત તરફથી અર્શદીપે બે અને હાર્દિક પંડ્યાની એક વિકેટને બાદ કરતાં વોશિંગ્ટન સુંદર,યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ અને દીપક હૂડાએ એક-એક વિકેટ ઝડપી હતી. ન્યૂઝીલેન્ડનો ટી-20માંભારત સામેનો અત્યાર સુધીનો સૌથી નિમ્ન સ્કોર છે. આ સ્ટેડિયમ પર આ પાંચમી ટી-20 છે. અગાઉની પાંચેય ટી-20માં પહેલી બેટિંગ લેનારી ટીમ જીતી હતી.

PM મોદીએ વર્લ્ડ ચેમ્પિયન દીકરીઓને કરી સલામ, કોહલી-રોહિત પણ જીત પર આપ્યા અભિનંદન

ભારતના વિજયની કર્ણધાર અર્ચના દેવી અને તિતાસ સાધુ

અંડર-19 ટી-20 વીમેન્સ વર્લ્ડ કપમાં ભારત ઇંગ્લેન્ડને હરાવી ચેમ્પિયન