Not Set/ ટી 20 વર્લ્ડ કપ માટે ઇન્ડિયા ટીમની પસંદગી આગામી સપ્તાહમાં, ટુર્નામેન્ટ 17 ઓકટોબરે શરૂ થશે

ટી 20 વર્લ્ડ કપની પ્રથમ મેચ 17 ઓક્ટોબરે ઓમાન અને પપુઆ ન્યૂ ગિની વચ્ચે રમાશે. તે જ દિવસે બીજી મેચ બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડ વચ્ચે થશે

Sports
વર્લ્ડ

ટી 20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત આવતા અઠવાડિયે કરવામાં આવશે. સૂત્રોએ આ માહિતી આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી ટી 20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત આગામી સપ્તાહે ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ બાદ રાષ્ટ્રીય પસંદગીકારોની બેઠક સાથે કરવામાં આવશે. ચોથી ટેસ્ટ પૂરી થયા બાદ ટી 20 વર્લ્ડ કપ ટીમની પસંદગી કરવામાં આવશે. જોકે આ માટે હજુ સુધી કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી પરંતુ તે શુક્રવાર સુધી થઇ જશે  કારણ કે ICC એ આ માટેની છેલ્લી તારીખ 10 સપ્ટેમ્બર રાખી છે. ઉલ્લેખનીય છે  કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી ચાલી રહી છે. બંને ટીમો વચ્ચે ચોથી ટેસ્ટ 2 સપ્ટેમ્બરથી ધ ઓવલ ખાતે શરૂ થશે ત્યારે જ ટીમની પસંદગી પર વિચાર કરવામાં આવશે.

સમયપત્રક મુજબ, ટી 20 વર્લ્ડ કપની પ્રથમ મેચ 17 ઓક્ટોબરે ઓમાન અને પપુઆ ન્યૂ ગિની વચ્ચે રમાશે. તે જ દિવસે બીજી મેચ બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડ વચ્ચે થશે.ભારત 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે ટી 20 વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ રમશે. ટી 20 વર્લ્ડ કપ 2021 અગાઉ ભારતમાં યોજવાનો પ્રસ્તાવ હતો. પરંતુ કોરોના વાયરસ વૈશ્વિક રોગચાળાને કારણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તેને યુએઈ અને ઓમાન ખસેડ્યું.

આઠ ક્વોલિફાઇંગ ટીમો ટુર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં ભાગ લેશે. આમાંથી ચાર ટીમો સુપર 12 માં પ્રવેશ કરશે. પ્રથમ આઠ ટીમો બાંગ્લાદેશ, શ્રીલંકા, આયર્લેન્ડ, નેધરલેન્ડ, સ્કોટલેન્ડ, નામીબીયા, ઓમાન અને પાપુઆ ન્યૂ ગિની છે. ટી 20 વર્લ્ડ કપની અંતિમ મેચ 14 નવેમ્બરે રમાશે.

સરકાર પર પ્રહાર / કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જીડીપીની નવી પરિભાષા સમજાવી જાણો…

પંજાબમાં ઘમાસાન / હાઇકમાન્ડનો આદેશ પંજાબની આગામી ચૂંટણી કેપ્ટનના નેતૃત્વમાં જ લડાશે, સિદ્વુને સંગઠન મજબૂત કરવાની સલાહ અપાઇ