Not Set/ કાર ચોર/ સવા બે ફૂટના યુવકે બે વર્ષમાં ચોરી આટલી કાર, બાળક સમજીને છોડી દેતી હતી પોલીસ

મંગળવારે રાત્રે લોની પોલીસે ઓન ડિમાન્ડ વાહન ચોરનારી બૌના ગેંગના ચાર લોકોની ધરપકડ કરી હતી. સાથે સાથે પોલીસે તે લોકોએ ચોરી કરેલી 9 કારો પણ જપ્ત કરી છે. ઝડપાયેલા આરોપીમાંથી એકની હાઈટ માત્ર સવા બે ફૂટની છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઝડપાયેલા આરોપીમાંથી એકની હાઈટ માત્ર સવા બે ફૂટ છે. તેમણે જણાવ્યું કે ગેંગમાં […]

India
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi કાર ચોર/ સવા બે ફૂટના યુવકે બે વર્ષમાં ચોરી આટલી કાર, બાળક સમજીને છોડી દેતી હતી પોલીસ

મંગળવારે રાત્રે લોની પોલીસે ઓન ડિમાન્ડ વાહન ચોરનારી બૌના ગેંગના ચાર લોકોની ધરપકડ કરી હતી. સાથે સાથે પોલીસે તે લોકોએ ચોરી કરેલી 9 કારો પણ જપ્ત કરી છે. ઝડપાયેલા આરોપીમાંથી એકની હાઈટ માત્ર સવા બે ફૂટની છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઝડપાયેલા આરોપીમાંથી એકની હાઈટ માત્ર સવા બે ફૂટ છે. તેમણે જણાવ્યું કે ગેંગમાં તે બે વર્ષ પહેલા જોડાયો હતો, પરંતુ જે રીતે તે કારનો કાચ તોડીને અંદર ઘૂસતો અને અન્ય સભ્યોની મદદથી કાર ચોરતો હોવાથી તે ગેંગમાં માસ્ટરમાઈન્ડ તરીકે ઓળખાતો હતો. તેને જોઈને જ ગેંગનું નામ બૌના ગેંગ રાખવામાં આવ્યું હતું.

ધરપકડ કરવામાં આવેલ આરોપીઓની ઓળખ રોનક ઉર્ફે બબ્બૂ, જમશેદ ઉર્ફે બૌના, તાજ મહોમ્મદ ચાંદ તેમજ યાકૂબ તરીકે થઈ છે. રોનક અને જમશેદ મામા-ભાણેજ છે. પોલીસે પૂછપરછ કરતાં રોનકે જણાવ્યું કે, તેનો ભાણેજ જમશેદ કાર ચોરીમાં માસ્ટર છે. બે વર્ષ પહેલા તેણે ગેંગમાં એન્ટ્રી કરી હતી જ્યારે ગેંગનો લીડર સોનૂ છે. સોનૂ જ કારનો ઓર્ડર લેતો હતો અને જણાવતો હતો કે ક્યાંથી કઈ કાર ચોરવાની છે. જે બાદ જમશેદ કારનો કાચ તોડી અંદર ઘૂસી જતો હતો અને કારનું ઈગ્નીશન લોક તોડી નાંખતો હતો

પોલીસે વધુમાં જણાવ્યું કે કાર ચોરી કરીને જમશેદ તેને મિત્ર ચાંદની દુકાને લઈ જતો હતો જ્યાં તેઓ કાર પર ખોટી નંબર પ્લેટ લગાવીને ખાલી પડેલા પ્લોટોમાં પાર્ક કરી દેતા હતા. જે બાદ સોનૂ ગ્રાહકોને તે વેંચી દેતો હતો. જે કાર નહોતી વેચાતી તેના પાર્ટ્સ દિલ્હીમાં વેચી દેવાતા હતા.મંગળવારે પોલીસને જાણ થઈ કે ઓનડિમાન્ડ કાર ચોરી કરનારી ગેંગના બે સભ્યો નંબર પ્લેટ વગરની કાર લોની તરફ લઈને આવી રહ્યા છે. જે બાદ પોલીસે પોતાનો જાપ્તો ગોઠવી દીધો હતો અને એક શંકાસ્પદ કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કારમાં સવાર શખ્સો ભાગવા લાગ્યા હતા.

જે બાદ પોલીસે કારનો પીછો કરી તેમાં સવાર બે શખ્સોને ઝડપી પાડ્યા હતા જેમાંથી એક જમશેદ પણ હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.