Not Set/ Goa માં એકાઉન્ટન્ટની પરીક્ષામાં અનોખો રેકોર્ડ, તમામ 10,815 ઉમેદવારો નાપાસ

Goa સરકાર દ્વારા એકાઉન્ટન્ટના પદની ભરતી માટે લેવાયેલી પરીક્ષાએ એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. યોગ્યતાપ્રાપ્તિ માટે જરુરી લઘુતમ ગુણ મેળવવામાં પરીક્ષા આપનાર તમામ ઉમેદવારો નાપાસ થયા હતા. આ પરીક્ષામાં નાપાસ થયેલા ઉમેદવારોની સંખ્યા બસો એક પાંચસોની નહી પણ પૂરા 10,815 ની છે. આ ઘટના અંગેની  વિગતો એવી છે કે, ગોવા સરકારમાં એકાઉન્ટન્ટના પદની 80 જગ્યાઓ માટે […]

Top Stories India Trending
Goa માં એકાઉન્ટન્ટની પરીક્ષામાં અનોખો રેકોર્ડ, તમામ 10,815 ઉમેદવારો નાપાસ

Goa સરકાર દ્વારા એકાઉન્ટન્ટના પદની ભરતી માટે લેવાયેલી પરીક્ષાએ એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. યોગ્યતાપ્રાપ્તિ માટે જરુરી લઘુતમ ગુણ મેળવવામાં પરીક્ષા આપનાર તમામ ઉમેદવારો નાપાસ થયા હતા. આ પરીક્ષામાં નાપાસ થયેલા ઉમેદવારોની સંખ્યા બસો એક પાંચસોની નહી પણ પૂરા 10,815 ની છે.

આ ઘટના અંગેની  વિગતો એવી છે કે, ગોવા સરકારમાં એકાઉન્ટન્ટના પદની 80 જગ્યાઓ માટે ભરતી કરવાની છે. જેમાંથી 43 જગ્યા જનરલ કેટેગરી, 21 જગ્યા ઓબીસી કેટેગરી, નવ જગ્યા અનુસૂચિત જનજાતિ માટે અને બે જગ્યા અનુસૂચિત જાતિ માટે ભરવામાં આવનાર હતી.  જેના અંતર્ગત આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10,815 ઉમેદવારોએ આ પદની ભરતી માટે લેખિત પરીક્ષા આપી હતી. પરંતુ તેમાંથી એકપણ ઉમેદવાર આ પરીક્ષામાં ઉત્તિર્ણ થઈ શક્યો નથી.

ગોવા સરકારના એક સિનિયર અધિકારીએ જણાવ્યું  હતું કે, તમામ સ્નાતક ઉમેદવારોને આ પરીક્ષામાંથી 100 માર્ક્સમાંથી ઓછામાં ઓછા 50 ગુણ પ્રાપ્ત કરવાના હતા. પરંતુ પરીક્ષા આપનાર ઉમેદવારોમાંથી કોઈ પણ ઉમેદવાર આ આંકડો પ્રાપ્ત કરી શક્યો નહોતો અને તમામ ઉમેદવાર નાપાસ થયા હતા.

આ અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે, કુલ 100 ગુણની આ પરીક્ષામાં અંગ્રેજી, સામાન્ય જ્ઞાન અને એકાઉન્ટ સંબંધિત સવાલો પૂછવામાં આવ્યા હતા.

આ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ મહાસચિવ પ્રદીપ પડગાંવકરે પરિણામની ઘોષણા કરવામાં થયેલા વિલંબની ટીકા કરી હતી અને કહ્યું હતું કે ગોવા યુનિવર્સિટી અને વાણિજ્ય કોલેજો માટે આ શરમની વાત છે કે ત્યાંથી આવા સ્નાતક પાસ થઈને નીકળે છે.