Not Set/ ઉન્નાવ કાંડ : ગંગા ઘાટ પર પહોંચ્યા પીડિતાના કાકા, થોડી વારમાં થશે કાકીના અંતિમ સંસ્કાર

લખનઉ, ઉન્નાવ ગેંગરેપમાં બે લોકોના મોત બાદ પીડિતાના કાકાને હાઈકોર્ટના આદેશ પે એક દિવસના પેરોલ પર પત્નીના અંતિમ સંસ્કારમાં હાજર રહેવા માટે લાવવામાં આવ્યા છે. તો બીજી બાજુ પીડિતાના ગામમાં તેની કાકીના અંતિમ સંસ્કારની તૈયારી ચાલી રહી છે. થોડી જ વારમાં ગંગા ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવશે. બુધવારે વહેલી તકે પીડિતાના કાકાને રાયબરેલી જેલથી […]

Top Stories India
arjn 1 ઉન્નાવ કાંડ : ગંગા ઘાટ પર પહોંચ્યા પીડિતાના કાકા, થોડી વારમાં થશે કાકીના અંતિમ સંસ્કાર

લખનઉ,

ઉન્નાવ ગેંગરેપમાં બે લોકોના મોત બાદ પીડિતાના કાકાને હાઈકોર્ટના આદેશ પે એક દિવસના પેરોલ પર પત્નીના અંતિમ સંસ્કારમાં હાજર રહેવા માટે લાવવામાં આવ્યા છે. તો બીજી બાજુ પીડિતાના ગામમાં તેની કાકીના અંતિમ સંસ્કારની તૈયારી ચાલી રહી છે. થોડી જ વારમાં ગંગા ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

બુધવારે વહેલી તકે પીડિતાના કાકાને રાયબરેલી જેલથી ઉન્નાવના ગંગા ઘાટ પર સખ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે રવાના કરવામાં આવશે. રાત્રે લગભગ 8:00 વાગ્યાની આસપાસ, પીડિતાના કાકા શુક્લાગંજ પહોંચ્યા. આ દરમિયાન, પીડિતાની કાકીનો મૃતદેહને લઈને  પોલીસ અલસુબહ તેના ગામે પહોંચી હતી.

સંબંધીઓ અને ગ્રામજનોની મદદથી મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવા તૈયાર કરવામાં આવી રહી છે. પોલીસે પીડિતાના ગામમાં મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત કરી છે. આ દરમિયાન ગંગા ઘાટમાં સુરક્ષાનો કડક બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. પીડિતાની કાકીનો મૃતદેહ લખનઉના ટ્રોમા સેન્ટરમાં રાખવામાં આવ્યો છે. તેમનો પુત્ર કહે છે કે જો સમય મળશે તો આજે નહીં તો આવતીકાલે તેની માતાની અંતિમ સંસ્કાર કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.