Not Set/ અયોધ્યા/ ભગવાન રામના નામે પર્યટનના વિકાસ માટે 440 કરોડની જમીન ખરીદશે સરકાર

સુપ્રીમ કોર્ટ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસમાં ચુકાદો 17 નવેમ્બર પહેલા સંભળાવી શકે છે. આ દરમિયાન, અયોધ્યામાં પર્યટનને પ્રોત્સાહન આપવા અને ભગવાન રામની પ્રતિમાના નિર્માણ મામલે નિર્ણય લેવા માટે ઉત્તર પ્રદેશ કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં 7 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કેબિનેટની બેઠકમાં શું બન્યું? અયોધ્યામાં સૌંદર્યીકરણ અને પર્યટનને પ્રોત્સાહન આપવા માટે, ભગવાન […]

Top Stories India
maya a 6 અયોધ્યા/ ભગવાન રામના નામે પર્યટનના વિકાસ માટે 440 કરોડની જમીન ખરીદશે સરકાર

સુપ્રીમ કોર્ટ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસમાં ચુકાદો 17 નવેમ્બર પહેલા સંભળાવી શકે છે. આ દરમિયાન, અયોધ્યામાં પર્યટનને પ્રોત્સાહન આપવા અને ભગવાન રામની પ્રતિમાના નિર્માણ મામલે નિર્ણય લેવા માટે ઉત્તર પ્રદેશ કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં 7 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

કેબિનેટની બેઠકમાં શું બન્યું?

અયોધ્યામાં સૌંદર્યીકરણ અને પર્યટનને પ્રોત્સાહન આપવા માટે, ભગવાન રામની થીમ આધારિત ડિજિટલ લાઇબ્રેરી, લેન્ડ સ્ક્રેપિંગ, સ્ટેચ્યુ અને પાર્કિંગને લગતી દરખાસ્ત પાસ થઇ.

અયોધ્યાના મીરપુર ગામની 61.3807 હેક્ટેર જમીન 440.46 કરોડમાં ખરીદવાની દરખાસ્ત કેબિનેટમાં પાસ કરવામાં અવી છે. વારાણસીના કેન્ટ પોલીસ સ્ટેશનના વિસ્તારને પર્યટનની દ્રષ્ટિએ બે ભાગમાં વહેંચવાનો નિર્ણય.

વારાણસીમાં સારનાથ સ્તૂપ પર ટૂરિઝમ પોલીસ સ્ટેશન બનાવવાનું નક્કી થયું. તે ઉત્તર પ્રદેશ ગૃહ વિભાગ જ ચલાવશે.

જણાવી દઈએ કે યોગી સરકારે અયોધ્યામાં ભગવાન રામની 221 મીટર ઉંચી કાંસાની પ્રતિમા સ્થાપિત કરવાની જાહેરાત કરી છે. આ અંગે કામગીરી પણ શરૂ થઈ ગઈ છે.

ઉત્તર પ્રદેશ સરકારે જાહેરાત કરી છે કે તે ધાર્મિક શહેર અયોધ્યામાં ભગવાન રામની વિશાળ પ્રતિમા સ્થાપિત કરશે. અતિરિક્ત મુખ્ય સચિવ (માહિતી) અવનિશ અવસ્થીના મતે ભગવાન રામની મૂર્તિ 151 મીટર ઉંચી હશે. પ્રતિમાની ઉપર 20 મીટર ઉંચી છત્ર અને નીચે 50 મીટરનો આધાર નીચે હશે. આમ પ્રતિમાની કુલ ઉંચાઈ 221 મીટર છે.

અવસ્થી અનુસાર 50 મીટર ઉંચાઈના પાયામાં ભવ્ય અને અદ્યતન મ્યુઝિયમની જોગવાઈ હશે, જેમાં સપ્તપુરીઓમાં અયોધ્યાનો ઇતિહાસ, રાજા મનુથી લઈને શ્રી શ્રી જન્મભૂમિ સુધીના ઇક્ષ્કુવંશનો ઇતિહાસ, ભગવાન વિષ્ણુના તમામ અવતારોની વિગતો શામેલ છે. ભારતના તમામ સનાતન ધર્મ અંગે, આધુનિક ટેકનીક પર નિદર્શનની પ્રણાલી હશે.

આ હેતુ માટે પાંચ આર્કિટેક્ચરલ કંપનીઓની પસંદગી કરવામાં આવી હતી, જેમણે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને રજૂઆત કરી હતી. રામ મૂર્તિના સૂચિત મોડેલ અંતર્ગત, રામલીલા મેદાન, રામ કુતિયા પણ અયોધ્યામાં રામ મૂર્તિની સાથે બનાવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.