Not Set/ છોકરીએ કર્યું પ્રપોઝ, છોકરાએ કર્યો ઇનકાર, છોકરીએ હુલાવી બ્લેડ અને પછી થયું કંઇક આવું…

ઉત્તર પ્રદેશના બરેલીમાં પ્રેમના પ્રપોઝને નકારી કાઢવા પર એક છોકરીએ તેના જ ક્લાસના વિદ્યાર્થી પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. અહેવાલો અનુસાર, બરેલીના હાફિઝગંજ પોલીસ સર્કલ હેઠળની ઇન્ટર કોલેજની વિદ્યાર્થીએ તેના સાથે ભણતા એક છોકરાના ચહેરા પર બ્લેડ વડે હુમલો કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે છોકરી આ છોકરાને પ્રેમ કરતી હતી, પરંતુ […]

India
aaaaaaaa 4 છોકરીએ કર્યું પ્રપોઝ, છોકરાએ કર્યો ઇનકાર, છોકરીએ હુલાવી બ્લેડ અને પછી થયું કંઇક આવું...

ઉત્તર પ્રદેશના બરેલીમાં પ્રેમના પ્રપોઝને નકારી કાઢવા પર એક છોકરીએ તેના જ ક્લાસના વિદ્યાર્થી પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. અહેવાલો અનુસાર, બરેલીના હાફિઝગંજ પોલીસ સર્કલ હેઠળની ઇન્ટર કોલેજની વિદ્યાર્થીએ તેના સાથે ભણતા એક છોકરાના ચહેરા પર બ્લેડ વડે હુમલો કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે છોકરી આ છોકરાને પ્રેમ કરતી હતી, પરંતુ છોકરાએ તેની સાથે કોઈ સંબંધ રાખવાની ના પાડી હતી.

અહેવાલો અનુસાર, છોકરીએ ઘણીવાર છોકરાને તેની સાથે લગ્ન કરવાનું પણ કહ્યું હતું, પરંતુ તેણે લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવીને કહ્યું હતું કે તે આગળ અભ્યાસ કરવા અને કારકિર્દી બનાવવા માંગે છે. છોકરી ગુરુવારે કોલેજ તરફ જતા રસ્તામાં છોકરાને મળી હતી અને તેના ચહેરા પર બ્લેડ વડે હુમલો કર્યો હતો. સાક્ષીઓનું કહેવું છે કે છોકરી છોકરાને કહેતી હતી કે,”તને તમારા ચહેરા પર ખૂબ ગર્વ છે ને” હવે કોઈ તારી સાથે લગ્ન નહીં કરશે. ‘

છોકરાના ચહેરા પરથી લોહી વહેતું જોઈને છોક્તી ત્યાં રસ્તા પર જ બેહોશ થઈ ગઈ હતી. છોકરાને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જણાવાયું છે. આ હુમલામાં તેના ચહેરાની કેટલીક નસોને નુકસાન થયાનું સૂત્રોએ જણાવ્યું છે. કોલેજના આચાર્યએ જણાવ્યું હતું કે આ ઘટના કોલેજની બહાર બની છે, તેથી તે તેના પર કોઈ ટિપ્પણી કરી શકે નહીં. આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. છોકરો અને છોકરી બંને સગીર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.