Not Set/ પુલવામા હુમલો એ ભયાનક સ્થિતિ : ડોનાલ્ડ ટ્રમ્પ 

ઓવલ, 14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા ત્રાસવાદી હુમલા બાદ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ પહેલીવાર પ્રતિક્રિયા આપી છે. અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ પુલવામા હુમલાને ભયાનક સ્થિતિ ગણાવી છે. તેમણે એવું પણ કહ્યું છે કે, યોગ્ય સમય આવતા તેઓ આ વિશે નિવેદન પણ આપશે. પત્રકારો સાથે વાત કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, મારી દરેક વસ્તુ પર નજર છે. […]

Top Stories India
2o પુલવામા હુમલો એ ભયાનક સ્થિતિ : ડોનાલ્ડ ટ્રમ્પ 

ઓવલ,

14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા ત્રાસવાદી હુમલા બાદ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ પહેલીવાર પ્રતિક્રિયા આપી છે. અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ પુલવામા હુમલાને ભયાનક સ્થિતિ ગણાવી છે. તેમણે એવું પણ કહ્યું છે કે, યોગ્ય સમય આવતા તેઓ આ વિશે નિવેદન પણ આપશે.

પત્રકારો સાથે વાત કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, મારી દરેક વસ્તુ પર નજર છે. તે સાથે જ મેં ઘણાં રિપોર્ટ્સ પણ જોયા છે. યોગ્ય સમય આવશે ત્યારે હું આ વિશે નિવેદન આપીશ. મને ખુશી થશે જો ભારત અને પાકિસ્તાન સાથે આવે.આત્મઘાતી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનમાં તણાવની વચ્ચે ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પોતાની ઓફિસમાં મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે દક્ષિણ એશિયાના બંને પાડોશી જો સાથે આવે તો ખૂબ જ સારું રહેશે.

અમેરિકન વિદેશ મંત્રાલયના ઉપપ્રવકતા રોબર્ટ પાલાડિનો એ ભારતના પ્રત્યે પૂરું સમર્થન વ્યકત કરતાં પાકિસ્તાનને કહ્યું છે કે આતંકી હુમલા માટે જે પણ જવાબદાર છે તેને સજા આપવામાં આવે.

રોબર્ટ પાલડીનોએ કહ્યું કે અમેરિકા ભારત સરકારની સાથે સતત સંપર્કમાં છે. અમે શોક સંવેદનાની સાથે જ અમે તેમને ભરપૂર સમર્થન આપી રહ્યા છીએ. તેમણે કહ્યું કે અમે પાકિસ્તાનને અપીલ કરીએ છીએ કે તપાસમાં પૂરો સહયોગ કરે અને જે પણ જવાબદાર હોય તેને સજા આપો અને કાર્યવાહી કરો.

પાલાડિનો એ કહ્યું કે પુલવામા હુમલા બાદ થી અમેરિકા પાકિસ્તાનના પણ સંપર્કમાં છે.14 ફેબ્રુઆરીએ કાશ્મીરના પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે હુમલાની જવાબદારી લીધી હતી. હુમલાના માસ્ટરમાઈન્ડ કામરાનને 18 ફેબ્રુઆરીએ સેનાએ ઠાર કરી દીધો હતો.