Gandhinagar News/ ભારત-યુ.એસ. ટ્રેડ ડીલ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રતિક્રિયા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત અને અમેરિકા વચ્ચેની Trade Deal એ વિશ્વને નવા ભારતની શક્તિનો પરિચય છે

Gujarat Gandhinagar
Trade Deal

Gandhinagar News : ભારત-યુ.એસ. ટ્રેડ ડીલ (Trade Deal)અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની  પ્રતિક્રિયા આપી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ (Trade Deal)એ વિશ્વને નવા ભારતની શક્તિનો પરિચય છે.
આ ડીલ માત્ર ઉદ્યોગ પૂરતી સીમિત નથી.
* પરંતુ બે મોટી અર્થવ્યવસ્થાના નાગરિકોના હિતમાં અને નવી તકોના સર્જન માટેની ડીલ છે.
* જ્યારે વિશ્વની બે સૌથી મોટી લોકશાહી સાથે મળીને આગળ વધે, ત્યારે સાચા અર્થમાં વિશ્વ કલ્યાણની ભાવના ચરિતાર્થ થાય છે.
* એ દિશામાં આ ટ્રેડ ડીલ(Trade Deal) ભારત-અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિમાં નવા અધ્યાયની શરૂઆત પણ છે.
* આ ડીલ (Trade Deal)ના પરિણામે મેઈક ઇન ઇન્ડિયા, મેઈડ ફોર ધ વર્લ્ડના વડાપ્રધાનએ આપેલા વિઝનને વધુ બળ મળશે.
* મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર યુએસ ટેરિફ 18 ટકા થવાથી ઉત્પાદન, MSME, નિકાસકારો અને રોજગાર સર્જન માટે નોંધપાત્ર પ્રોત્સાહન છે.
* ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટઅપ્સ માટે વિશ્વના વ્યાપક બજારો માટે નવા દ્વાર ખુલશે.
* ગુજરાત મેન્યુફેક્ચરીંગ હબ સાથે ટેક્સટાઇલ, ફાર્મા, કેમિકલ,પેટ્રોલિયમ, જેમ્સ એન્ડ જ્વેલરી જેવા ક્ષેત્રોમાં લીડર છે.
* ભારત અને અમેરિકા વચ્ચે થયેલા આ ઐતિહાસિક કરારથી આ સેક્ટર્સના ઉત્પાદનોના એક્સપોર્ટને પ્રોત્સાહન મળશે.
* એટલું જ નહિ, ગુજરાતના મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સ અને MSME સહિતના વેપાર-ઉદ્યોગને સીધો લાભ થશે.
* આ કરારથી ભારતની ગ્લોબલ ઇકોનોમિક પ્રેઝન્સ વધશે.
* વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણાયક નેતૃત્વ અને સિટિઝન સેન્ટ્રિક ડિપ્લોમસીથી, ભારત-યુએસ સંબંધોથી વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિને પણ વેગ મળશે.
* હું ગુજરાતના સૌ નાગરિકો વતી આ ઐતિહાસિક દ્વિપક્ષીય વ્યાપાર કરાર બદલ વડાપ્રધાનને અભિનંદન પાઠવું છું.


આ પણ વાંચો : અમેરિકામાં ટ્રેડ ડીલ કરી શકે છે મોદી…!!  આઇફોન જેવા ઘણા ઉત્પાદનો થશે સસ્તા …!!

આ પણ વાંચો : ભારત-EU વચ્ચે ઐતિહાસિક ‘મધર ઓફ ઓલ ડીલ’: લક્ઝરી કાર, કેમિકલ અને મેડિકલ સાધનો થશે સસ્તા

આ પણ વાંચો : ભારત-EU મેગા ડીલ! ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે ભારત અને યુરોપ વચ્ચે ‘મધર ઓફ ઓલ ડીલ્સ’