Not Set/ દિલ્હીમાં માણસાઈ શર્મસાર, લાશ ઉપરથી પસાર થતાં રહ્યાં વાહનો, જાણો પછી શું થયું

પૂર્વ દિલ્હીના મયુર વિહાર વિસ્તારમાં શનિવારે માણસાઈને શર્મસાર કરનારી ઘટના બની હતી. માર્ગ અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું હતું, પરંતુ લોકોએ પોતાનું વાહન રોકીને માર્ગ અકસ્માતનો ભોગ બનેલા યુવક પ્રત્યે પણ નિર્દયતા દર્શાવી હતી. નિર્દય લોકોએ વાહન રોક્યું નહોતું, એટલુ જ નહીં લોકો તેમના વાહ લાશ ઉપરથી પસાર કૃ રહ્યાં હતા. તેની ઉપર અનેક વાહનો […]

India
aaaaaaaaaaamahi 4 દિલ્હીમાં માણસાઈ શર્મસાર, લાશ ઉપરથી પસાર થતાં રહ્યાં વાહનો, જાણો પછી શું થયું

પૂર્વ દિલ્હીના મયુર વિહાર વિસ્તારમાં શનિવારે માણસાઈને શર્મસાર કરનારી ઘટના બની હતી. માર્ગ અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું હતું, પરંતુ લોકોએ પોતાનું વાહન રોકીને માર્ગ અકસ્માતનો ભોગ બનેલા યુવક પ્રત્યે પણ નિર્દયતા દર્શાવી હતી.

નિર્દય લોકોએ વાહન રોક્યું નહોતું, એટલુ જ નહીં લોકો તેમના વાહ લાશ ઉપરથી પસાર કૃ રહ્યાં હતા. તેની ઉપર અનેક વાહનો પસાર થતાં લાશ ખૂબ જ ખરાબ હાલતમાં થઈ ગઈ હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી, મૃતદેહના અવશેષોને એકત્રિત કરી મોર્ચેરીમાં મોકલી આપવામાં આવ્યા હતા.

પોલીસ મૃતકની ઓળખ મેળવવા પ્રયાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર શનિવારે સવારે 5:30 વાગ્યે પોલીસે માહિતી મળી હતી કે મયુર વિહાર એક્સ્ટેંશન ફ્લાયઓવર પર નોઇડા તરફ ઘણા વાહનોએ એક યુવકને કચડી નાખ્યો છે.

પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે આશરે 35 વર્ષના યુવકની લાશ ખરાબ હાલતમાં મળી આવી હતી. મોટાભાગનું શરીર કચડી ગયું હતું. પોલીસે રસ્તા પરનો ટ્રાફિક અટકાવ્યો હતો અને અવશેષો એકત્રિત કરી મોર્ચેરીમાં મોકલી આપવામાં આવ્યા હતા.

નજીકમાં રહેલા સીસીટીવી કેમેરાની મદદથી પોલીસ કેસની તપાસ કરી રહી છે. હાલમાં મૃતકની ઓળખ થઈ નથી. પોલીસે નજીકના પોલીસ મથકો શોધીને મૃતકની ઓળખ કરવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.