Not Set/ કલરાજને રાજસ્થાન, આરીફ ખાને કેરળના રાજ્યપાલ તરીકે નિયુક્તી, ભગતસિંહ કોશ્યારીએ મહારાષ્ટ્રનો હવાલો સંભાળ્યો

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજ્યપાલોની બદલી કરી છે. કેટલાકને નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કલરાજ મિશ્રાની રાજસ્થાનના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તે અગાઉ હિમાચલના રાજ્યપાલ તરીકે સેવા આપી રહ્યા હતા. ભગતસિંહ કોશ્યારીને મહારાષ્ટ્રના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. તે જ સમયે બાંદરૂ દત્તાત્રેયને હિમાચલના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યો છે. કેરળના રાજ્યપાલ તરીકે […]

Top Stories India Politics
kalraj કલરાજને રાજસ્થાન, આરીફ ખાને કેરળના રાજ્યપાલ તરીકે નિયુક્તી, ભગતસિંહ કોશ્યારીએ મહારાષ્ટ્રનો હવાલો સંભાળ્યો

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજ્યપાલોની બદલી કરી છે. કેટલાકને નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કલરાજ મિશ્રાની રાજસ્થાનના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તે અગાઉ હિમાચલના રાજ્યપાલ તરીકે સેવા આપી રહ્યા હતા. ભગતસિંહ કોશ્યારીને મહારાષ્ટ્રના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. તે જ સમયે બાંદરૂ દત્તાત્રેયને હિમાચલના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યો છે. કેરળના રાજ્યપાલ તરીકે આરીફ મોહમ્મદ ખાનની નિમણૂક કરવામાં આવી છે અને તમિળસાંઇ સૌદારરાજનને તેલંગાણાના રાજ્યપાલની જવાબદારી સોંપવામાં આવી છે. સૌંદરરાજન અગાઉ તમિળનાડુ ભાજપના પ્રદેશ અધ્યક્ષ હતા.

https://twitter.com/ANI/status/1168037199767457792

આરીફ મોહમ્મદ ખાન

નોંધપાત્ર વાત એ છે કે એક વખત જનતા દળ અને બસપામાંથી, કોંગ્રેસમાંથી બે વખત લોકસભાના સભ્ય રહી ચુકેલા આરીફ મોહમ્મદ ખાન વર્ષ 2004 માં ભાજપમાં જોડાયા હતા. જો કે, 2007 માં ભાજપ છોડ્યા બાદ, તેમણે સંસદીય રાજકારણથી પોતાને દૂર કર્યા હતા.

માત્ર 26 વર્ષની ઉંમરે તેમણે 1977 ના વર્ષથી ધારાસભ્ય તરીકે સંસદીય રાજકારણની શરૂઆત કરી, પછી કોંગ્રેસમાં જોડાયા હતા. અને 1980 માં કાનપુર અને 1984 માં બહરાઇચથી સાંસદ તરીકે ચૂંટાય હતા.  દરમિયાન, શાહબાનો કેસમાં સુપ્રીમ કોર્ટના પલટવારથી નારાજ ખાને કોંગ્રેસ અને રાજીવ મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યું હતું. 1989 માં જનતા દળ અને 1998 માં બીએસપીના સાંસદ બન્યા. તેઓ 2004 માં ભાજપમાં જોડાયા પણ 2007 માં કેસરગંજથી લોકસભાની ચૂંટણી હાર્યા બાદ ભાજપ છોડી દીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.