India Population/ ભારત 300 વર્ષ પછી 2023માં સૌથી વધુ વસ્તીવાળો દેશ બનશે

ભારત (India)નવા વર્ષમાં ચીનને (China)વટાવી જશે, જાણો શેમા બીજા કોઈમાં નહી પણ વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનવામાં ભારત ચીનને વટાવી જશે. ચીન છેલ્લા 300 વર્ષમાં વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હતો,

Top Stories India
India population ભારત 300 વર્ષ પછી 2023માં સૌથી વધુ વસ્તીવાળો દેશ બનશે
  • ભારતની વસ્તીની ગીચતામાં ચાર ગણો વધારો
  • ચીને 1972થી એક સંતાનની આકરી નીતિ અપનાવી
  • ભારતની સ્થિતિ 2030ના અંત સુધીમાં 150 કરોડને વટાવી જશે

India Population: ભારત (India)નવા વર્ષમાં ચીનને (China)વટાવી જશે, જાણો શેમા બીજા કોઈમાં નહી પણ વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનવામાં ભારત ચીનને વટાવી જશે. ચીન છેલ્લા 300 વર્ષમાં વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હતો, હવે આ રેકોર્ડ ભારતના નામે એપ્રિલ 2023ના અંત પહેલા થઈ જશે. ભારતની વસ્તી (India Population) 143 કરોડની થઈ જશે. આમ ભારતની વસ્તી વર્તમાન દાયકાના અંત સુધીમાં 150 કરોડને આબી જશે.

આનો સીધો અર્થ એમ થાય કે 1950માં આઝાદ ભારતમાં પ્રતિ ચોરસ મીટર 120 લોકો રહેતા હતા, તે આંકડો 73 વર્ષમાં વધીને લગભગ 500 સુધી પહોંચી ગયો છે. આમ જગ્યા એટલી જ છે પરંતુ તેમા રહેનારાઓની સંખ્યામાં ચાર ગણા ઉપરાંત વધારો થયો છે. આમ વસ્તીની ગીચતામાં ચાર ગણો વધારો થયો છે.

તેનાથી વિપરીત ચીને 1972થી એક જ સંતાનની નીતિ અપનાવીને વસ્તીવૃદ્ધિના દરને અંકુશિત કર્યો. વસ્તીવૃદ્ધિના દરને મહદઅંશે વધતો રોકવાના પગલે ચીનને ફાયદો એ થયો કે તેની જીડીપીનો એટલે કે રાષ્ટ્રીય આવકનો વધુને વધુ હિસ્સો લોકોના ભાગમાં આવ્યો.

તેનાથી વિપરીત વસ્તીવૃદ્ધિ (Population growth) પર અંકુશ લગાવવામાં નિષ્ફળતા ઉપરાંત ખોટી આર્થિક નીતિઓના પગલે ભારતની વસ્તીનો 55 ટકા હિસ્સો એટલે કે 80 કરોડ લોકોએ આજે પણ મફતમાં અનાજ પર આધાર રાખવો પડે છે. ભારતમાં તે સમયે વસ્તી અંકુશ લાદવા લાખો લોકોની પરાણે નસબંધી કરાવાઈ હતી. તેના પગલે સમગ્ર દેશમાં જબરજસ્ત આક્રોશ ગયો હતો. આમ પરાણે કુટુંબનિયોજનની નીતિ ભારતમાં નિષ્ફળ ગઈ હતી.

જો કે ભારતની વસ્તીનો હકારાત્મક ફાયદો એ છે દેશની વસ્તીનો નોંધપાત્ર હિસ્સો યુવાન છે. 2050માં ચીનની વસ્તીનો 70 ટકા હિસ્સો વૃદ્ધ એટલે કે 60થી ઉપર હશે, આમ તે કામ કરનાર વર્ગની યાદીમાં આવતો નહીં હોય. ત્યારે પણ ભારતની વસ્તીનો 61 ટકા હિસ્સો 25 વર્ષની વયનો હશે. ભારતનો આ યુવા વર્ગ સૌથી મોટું શ્રમિક બજાર પણ બનશે.

આમ ભારતે ડેમોગ્રાફિક ડિવિડન્ડનો (Demographic dividend) લાભ મેળવવો હોય તો યુવાનો માટે નોકરીઓ ઊભી કરવી પડશે. ચીને આ રીતે નોકરીઓ ઊભી કરી બતાવી છે. તેની સાથે નોકરીઓમાં મહિલાઓની ભાગીદારી વધારવી પડશે. ચીનમાં નોકરીઓમાં મહિલાઓની ભાગીદારી 70 ટકા છે તેની સામે ભારતમાં હજી આ ટકાવારી માંડ દસ ટકા છે. ભારતે આ મોરચે નોંધપાત્ર વૃદ્ધિની જરૂરિયાત છે.

હવે ભારતે એ નક્કી કરવાનું છે કે તેની આ વસ્તી પૃથ્વી પર મોટો બોજ બને છે કે પછી સંપત્તિ સર્જનમાં ફાળો આપનાર બને છે. તેનો આધાર યુવા વસ્તીને કેટલી તાલીમ આપવામાં આવે છે તેના પર છે.

આ પણ વાંચોઃ

Bank Holiday/ નવા વર્ષ પહેલા બેંકના મહત્વના કામો પતાવી દેજો નહીંતર મુશ્કેલીમાં મૂકાશો!જાન્યુઆરીમાં આટલા દિવસ બેંક બંધ રહેશે

તુનિષાના બોયફ્રેન્ડે પોલીસ સમક્ષ બ્રેકઅપ અંગે કર્યો આ ખુલાસો,જાણો