Indian Ambassador to Russia/ રશિયામાં ભારતના રાજદૂતે ‘પઠાણ’ ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં જોઇને ક્હયું…

 રશિયામાં ભારતના રાજદૂત પવન કપૂરે ફિલ્મ પઠાણના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં આ ફિલ્મ જોઈ હતી.

Top Stories Entertainment
Indian Ambassador to Russia

Indian Ambassador to Russia:   રશિયામાં ભારતના રાજદૂત પવન કપૂરે ફિલ્મ પઠાણના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં આ ફિલ્મ જોઈ હતી. તેણે રવિવારે (5 ફેબ્રુઆરી) ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી હતી અને ફિલ્મની પ્રશંસા કરી હતી. રશિયામાં ભારતીય રાજદૂત પવન કપૂરે કહ્યું કે ભારતીય ફિલ્મ રશિયા  મોસ્કોમાં પઠાણ મૂવીના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં જોઇને આનંદ ઉઠાવ્યો હતો. 

 ( Indian Ambassador to Russia )પવન કપૂરે કહ્યું કે ફિલ્મમાં લેક બૈકલ જેવા એક્શન સિક્વન્સ માટે કેટલાક શ્રેષ્ઠ રશિયન લોકેશન છે. તે અદ્ભુત છે કે ભારતીય સિનેમા રશિયનોમાં લોકપ્રિય છે. પવન કપૂરે ટ્વીટમાં બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનને પણ ટેગ કર્યો છે. ફિલ્મ પઠાણ બોક્સ ઓફિસ પર ધમાકેદાર શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. દરેક લોકો પઠાણ ફિલ્મના વખાણ કરી રહ્યા છે. રિલીઝના પહેલા દિવસે રેકોર્ડ 55 કરોડની કમાણી કરનાર પઠાણ ફિલ્મનું કુલ કલેક્શન શનિવાર સુધીમાં 400 કરોડને પાર કરી ગયું છે.

તાજેતરમાં (Indian Ambassador to Russia) જ ફિલ્મની સફળતાથી ખુશ શાહરૂખ ખાને પઠાણને સફળ બનાવવા બદલ ચાહકોનો આભાર માન્યો હતો. તેણે કહ્યું હતું કે, “બધા લોકો જે આટલો પ્રેમ આપી રહ્યા છે. હું દીપિકા, જ્હોન,  વતી તમારા પ્રેમ માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કહેવા માંગુ છું.”જ્હોન અબ્રાહમના વખાણ કરતાં શાહરૂખ ખાને કહ્યું હતું કે, “પઠાણ વિશે સૌથી સારી વાત એ છે કે જિમનું પાત્ર જ્હોન અબ્રાહમે ભજવ્યું છે. આ ફિલ્મની કરોડરજ્જુ છે.” ઉપરાંત તેણે કહ્યું હતું કે પઠાણ મૂવીની સિક્વલનો ભાગ બનવું સન્માનની વાત હશે. તેને મોટું અને સારું બનાવશે. હું પઠાણ-2 માટે મારું સર્વશ્રેષ્ઠ આપવાનો પૂરો પ્રયાસ કરીશ.

Bihar Politics/બિહારના રાજકારણમાં ફરી ઉથલપાથલઃ કુશવાહા અને નીતિશ વચ્ચે જંગના મંડાણ