જમ્મુ કાશ્મીર/ શોપિયાંમાં સુરક્ષાદળોને મળી સફળતા, ત્રણ આતંકવાદીઓને માર્યા ઠાર

જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળોએ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ ઠાર મરાયા છે.

Top Stories India
A 138 શોપિયાંમાં સુરક્ષાદળોને મળી સફળતા, ત્રણ આતંકવાદીઓને માર્યા ઠાર

જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળોએ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ ઠાર મરાયા છે. શોપિયાંના હિદીપોરામાં આતંકવાદીઓના છુપાયેલા હોવાની બાતમી મળ્યા બાદ પોલીસ અને સુરક્ષાદળોએ આ વિસ્તારને ઘેરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે હિદીપોરામાં ઓપરેશનમાં વધુ બે આતંકવાદીઓ માર્યા ગયા છે. પોલીસે જણાવ્યું હતું કે, હત્યા કરાયેલા એક આતંકવાદી તાજેતરમાં જ આતંકવાદી સંગઠનમાં જોડાયો હતો અને સુરક્ષા દળોએ તેમને શરણાગતિ માટે અપીલ કરી હતી.

આ પણ વાંચો :મહારાષ્ટ્રમાં લાગી શકે છે સંપૂર્ણ લોકડાઉન, નાઇટ કર્ફ્યુની કોઈ અસર નથી દેખાઈ રહી

કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક (આઈજીપી) વિજય કુમારે કહ્યું કે, “માતા-પિતાએ પણ અપીલ કરી હતી, પરંતુ અન્ય આતંકવાદીઓએ તેમને શરણાગતિ ન આપી.”

હિદીપોરામાં આતંકવાદીઓની હાજરીની બાતમી મળ્યા બાદ સુરક્ષાદળોએ આ વિસ્તારને ઘેરી લીધા બાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં હજી સર્ચ ઓપરેશન ચાલુ છે.

આ પણ વાંચો : મુખ્તાર અંસારીની સોપારી લેનાર લંબુ શર્મા બક્સર જેલમાંથી થશે શિફ્ટ, અન્ય 15 કેદીઓનું પણ બદલાશે ઠેકાણું

અનંતનાગમાં એક યુવકની ગોળીથી મોત

વળી, જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શુક્રવારે આતંકીઓ દ્વારા સેનાના એક જવાનને ઠાર મારવામાં આવ્યો હતો. યુવાન રજાઓ દરમિયાન તેના ઘરે આવ્યો હતો. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓએ જિલ્લાના બિજબેહરા વિસ્તારમાં ગોરીવાનના ઘરની બહાર હવાલદાર સલીમને ગોળી મારીને ઈજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત જવાનને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો હતો.

આ પણ વાંચો :યુટુબ વીડિયોના નુસ્કાથી ભાઇ-બહેનનું મોત

આ પણ વાંચો :મે આવા જુઠ્ઠા PM ક્યારે જોયા નથી : CM મમતા બેનર્જી