રીયલ હીરો/ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ માંગી ઓક્સિજનની મદદ, સોનુ સૂદે કરી મદદ

કોરોના વાયરસનાં આ જીવલેણ કાળમાં મસીહા તરીકે સમગ્ર દેશની મદદ કરી રહેલા અભિનેતા સોનુ સૂદે ગુરુવારે ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાની અપીલ પર તેમના એક સંબંધીને મદદ કરી છે.

Entertainment
123 130 ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ માંગી ઓક્સિજનની મદદ, સોનુ સૂદે કરી મદદ

કોરોના વાયરસનાં આ જીવલેણ કાળમાં મસીહા તરીકે સમગ્ર દેશની મદદ કરી રહેલા અભિનેતા સોનુ સૂદે ગુરુવારે ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાની અપીલ પર તેમના એક સંબંધીને મદદ કરી છે. રૈનાએ સોશિયલ મીડિયા વેબસાઇટ પર તેમના બિમાર કાકી માટે મદદ માટે વિનંતી કરી હતી, જેના પર સોનુ સૂદે તુરંત મદદ પૂરી પાડવાની માહિતી આપી હતી.

પોલિસ ફરિયાદ / ક્રિકેટર ઇરફાન પઠાણ પર ગેરકાયદેસર સંબંધ રાખવાનો આરોપ

સુરેશ રૈનાએ ટ્વિટ કર્યું હતું કે, તેમની કાકી મેરઠમાં બિમાર છે, જે કોવિડ-19 થી પીડિત છે, હોસ્પિટલમાં દાખલ છે. સંભવતઃ હોસ્પિટલમાં ઓક્સિજન સ્ટોક ઉપલબ્ધ ન હતો અને તેથી જ તેમણે પીડિત પરિવારને ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું. રૈનાએ ટ્વીટ કરીને મદદની કરવાની વિનંતી કરી હતી જેના પર સોનું સૂદે તેમની આ મદદની માંગણીને પૂર્ણ કરી હતી. પોતાના ટ્વિટમાં તેમણે કહ્યું હતું કે, મેરઠમાં તેમના કાકીને ઓક્સિજન સિલિન્ડરોની જરૂર છે, જે 65 વર્ષનાં છે અને કોવિડ-19 પોઝિટિવ હોવાના કારણે તેમને ફેફસામાં ગંભીર સંક્રમણ છે. ઓક્સિજન સપોર્ટ વિના તેમનું બ્લડ ઓક્સિજન લેવલ 70 થઇ ગયુ છે અને ઓક્સિજન સપોર્ટ પર લોહીનું ઓક્સિજન લેવલ 91 છે. તેમણે રાજ્યનાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને ટેગ કરીને આ સહાયની માંગ પણ કરી હતી.

IPL 2021 / માઇક હસીને છોડી ઓસ્ટ્રેલિયાનાં અન્ય ખેલાડીઓ માલદીવ રવાના

આ ટ્વિટ પછી ટૂંક સમયમાં જ અભિનેતા સોનુ સૂદે રૈનાની કાકીની મદદ માટે સિલિન્ડર કરી આપ્યુ હતું અને તેમણે રૈનાને ટ્વિટર પર જાણ કરી કે ભાઈ 10 મિનિટમાં ઓક્સિજન સિલિન્ડર પહોંચી રહ્યો છે. થોડા સમય પછી, રૈનાએ તેમની મદદ બદલ સૂદનો આભાર પણ માન્યો હતો. રૈનાએ સોનુને જવાબ આપતાં લખ્યું કે, ‘આ સહાય માટે સોનુ પા જી ખૂબ ખૂબ આભાર. તમે ખૂબ મદદ કરી. તમને હંમેશા આશીર્વાદ મળે.’ સુરેશ રૈના તાજેતરમાં સ્થગિત ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2021) માં ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) નો ભાગ હતા. મંગળવારે કોરોના વાયરસને લીધે, આ લીગ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવી પડી છે. આપને જણાવી દઈએ કે, સોનુ સૂદ આ રોગચાળામાં લોકોને ખૂબ મદદ કરી રહ્યા છે. આ વાયરસથી પીડિત લોકો માટે દવાઓ, ઓક્સિજન અને ખોરાકની વ્યવસ્થા ઉપરાંત, તે જરૂરીયાતમંદોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે પણ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. આ માટે તેઓની પ્રશંસા પણ થઈ રહી છે.

majboor str 5 ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ માંગી ઓક્સિજનની મદદ, સોનુ સૂદે કરી મદદ