Not Set/ 40 વર્ષ બાદ પાકિસ્તાનમાં રિલીઝ થયેલી આ ભારતીય ફિલ્મ પર થયો હતો રૂપિયાનો વરસાદ, જુઓ  

મુંબઈ અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રની  ફિલ્મ ‘શોલે’ કે જેને 1975 માં રિલીઝ કરવામાં આવી હતી અને આ ફિલ્મ ભારતીય સિનેમાની આઇકોનિક ફિલ્મોમાંની એક છે, જેને હંમેશાં યાદ કરવામાં આવે છે. રમેશ સિપ્પી દ્વારા નિર્દેશિત આ ફિલ્મના ડાયલોગ હજુ પણ લોકોને યાદ છે અને તે સાથે સંબંધિત તમમાં વાર્તાઓ પણ છે કે જે લોકો હજુ પણ ધ્યાનથી સાંભળે છે. પરંતુ શું તમે જાણો […]

Trending Entertainment
yh 40 વર્ષ બાદ પાકિસ્તાનમાં રિલીઝ થયેલી આ ભારતીય ફિલ્મ પર થયો હતો રૂપિયાનો વરસાદ, જુઓ  

મુંબઈ

અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રની  ફિલ્મ ‘શોલે’ કે જેને 1975 માં રિલીઝ કરવામાં આવી હતી અને આ ફિલ્મ ભારતીય સિનેમાની આઇકોનિક ફિલ્મોમાંની એક છે, જેને હંમેશાં યાદ કરવામાં આવે છે. રમેશ સિપ્પી દ્વારા નિર્દેશિત આ ફિલ્મના ડાયલોગ હજુ પણ લોકોને યાદ છે અને તે સાથે સંબંધિત તમમાં વાર્તાઓ પણ છે કે જે લોકો હજુ પણ ધ્યાનથી સાંભળે છે.

પરંતુ શું તમે જાણો છો કે, આ ફિલ્મ ભારતમાં રિલીઝ થયા પછી ઘણા વર્ષો બાદ પાકિસ્તાનમાં રિલીઝ કરવામાં આવી હતી?

ભારતમાં આ ફિલ્મ 15 ઓગસ્ટ, 1975 ના રોજ રિલીઝ કરવામાં આવી હતી અને પાકિસ્તાનમાં 40 વર્ષ પછી 2002 માં રિલિઝ કરવામાં આવી હતી. વર્ષો પછી રિલીઝ કરવામાં આવી હોવા છતાં, આ ફિલ્મે પાકિસ્તાન પ્રથમ સપ્તાહમાં 28,12,140 રૂપિયાની કમાણી કરી હતી.

પાકિસ્તાનમાં ‘શોલે’ના ડિસ્ટ્રિબ્યુટરે જણાવ્યું હતું કે, જો તમે તુલનાત્મક રીતે જોશો તો, ફિલ્મએ વધુ સારું પ્રદર્શન કર્યું હતું. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શા માટે આવી ફિલ્મને કે જેને ભારતમાં ઘણાં બધાં રેકોર્ડ બનાવ્યા હતા, તેને પાકિસ્તાનમાં કેમ રિલિઝ ન કરવામાં આવી હતી ? વાસ્તવમાં, 1965 ના યુદ્ધ પછી પાકિસ્તાનએ ભારતીય ફિલ્મો પર પ્રતિબંધ મૂક્યો હતો.

એક રિપોર્ટ મુજબ, પાકિસ્તાનમાં ‘શોલે’ના ડિસ્ટ્રિબ્યુટરએ જણાવ્યું હતું કે, “તમે લોકપ્રિયતાની સરખામણીમાં ‘શોલે’ને પી.કે. સાથે કરી શકો છો, પરંતુ 40 વર્ષ જૂની ફિલ્મથી તમે અપેક્ષા રાખી શકો નહીં કે, તે 30 થી 40 ટકા ખર્ચાળ મલ્ટિપ્લેક્સ થિયેટરની સીટો ભરી દેશે”.