Business/ ‘મેડ ઈન ઈન્ડિયા’ જ્વેલરીની આ દેશમાં વધી રહી છે માંગ…

દુનિયામાં જ્વેલરી ખરીદવામાં અમેરિકા સૌથી આગળ છે અને આ વર્ષે અમેરિકાએ ભારતમાંથી જ્વેલરીની ખરીદીમાં વધારો કર્યો છે

Business
આસીત વોરા 1 11 'મેડ ઈન ઈન્ડિયા' જ્વેલરીની આ દેશમાં વધી રહી છે માંગ...

દુનિયામાં જ્વેલરી ખરીદવામાં અમેરિકા સૌથી આગળ છે અને આ વર્ષે અમેરિકાએ ભારતમાંથી જ્વેલરીની ખરીદીમાં વધારો કર્યો છે. આવી સ્થિતિમાં, જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) એ આશા વ્યક્ત કરી છે કે ભારત ચાલુ નાણાકીય વર્ષમાં $41.65 બિલિયનના નિકાસ લક્ષ્યાંકને હાંસલ કરવામાં સફળ રહેશે.

મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીમાં ઘટાડો થયો હોવા છતાં અમેરિકામાં ગોલ્ડ જ્વેલરીની ખૂબ જ માંગ છે
અમેરિકામાં ભારતમાં બનેલી જ્વેલરીની માંગ વધી રહી છે. આ વધતી માંગની અસરને કારણે એપ્રિલથી નવેમ્બર દરમિયાન ભારતના જેમ્સ અને જ્વેલરી સેક્ટરની કુલ નિકાસમાં પણ ઝડપથી વધારો થયો છે. મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી ઘટવાને કારણે નવેમ્બરમાં નિકાસમાં ઘટાડો થયો હોવા છતાં આ વર્ષે એકંદરે નિકાસમાં તેજી આવવાની ધારણા છે.

દુનિયામાં જ્વેલરી ખરીદવામાં અમેરિકા સૌથી આગળ છે અને આ વર્ષે અમેરિકાએ ભારતમાંથી જ્વેલરીની ખરીદીમાં વધારો કર્યો છે. આવી સ્થિતિમાં, જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) એ આશા વ્યક્ત કરી છે કે ભારત ચાલુ નાણાકીય વર્ષમાં $41.65 બિલિયનના નિકાસ લક્ષ્યાંકને હાંસલ કરવામાં સફળ રહેશે.

જેમ્સ અને જ્વેલરીની નિકાસમાં વધારો

GJEPC મુજબ, આનું કારણ છે કે આ વર્ષે ભારતની જેમ્સ અને જ્વેલરીની નિકાસ ગયા વર્ષની સરખામણીમાં ઘણી વધારે છે. જો કે આ વખતે દિવાળી પર દેશના જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસમાં ઘટાડો જોવા મળ્યો છે. GJEPC અનુસાર, જેમ્સ અને જ્વેલરીની નિકાસ આ વર્ષે નવેમ્બરમાં 4.21 ટકા ઘટીને લગભગ રૂ. 17,785 કરોડ થઈ છે.

જ્યારે ગયા વર્ષે દિવાળીના મહિનામાં એટલે કે નવેમ્બર-2020માં કુલ 18 હજાર 565 કરોડના જેમ્સ અને જ્વેલરીની નિકાસ કરવામાં આવી હતી. આ વખતે ઘટાડાનું કારણ દિવાળી દરમિયાન મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિઓમાં નબળાઈ રહી છે, જેની આશંકા અગાઉ હતી.

GJEPC અનુસાર, પોલિશ્ડ અને પોલિશ્ડ હીરાની કુલ નિકાસ ઓક્ટોબર 2020 માં રૂ. 12,212 કરોડની સરખામણીએ ઓક્ટોબરમાં 20.41 ટકા ઘટીને રૂ. 9,719 કરોડ થઈ છે. પરંતુ આગામી દિવસોમાં આ ઘટ જતી રહેશે તેવો વિશ્વાસ વેપારીઓને છે. જો જ્વેલરીની વાત કરીએ તો નવેમ્બર દરમિયાન અહીં તેજી જોવા મળી છે. GJEPC અનુસાર, નવેમ્બરમાં સોનાની જ્વેલરીની કુલ નિકાસ 38.24 ટકા વધીને રૂ. 5 હજાર 286 કરોડ થઈ છે. નવેમ્બર 2020માં કુલ 3 હજાર 823 કરોડ રૂપિયાની નિકાસ કરવામાં આવી હતી.

આ સિવાય એપ્રિલ-નવેમ્બરમાં સિલ્વર જ્વેલરીની નિકાસ 20.47 ટકા વધીને રૂ. 12,552 કરોડ થઈ છે, જે નવેમ્બર 2020માં રૂ. 10,419 કરોડ હતી. એટલે કે જ્વેલરીના મામલામાં તેજી જોવા મળી રહી છે અને અમેરિકા જેવા દેશોમાં માંગ વધવાને કારણે આ અસર જોવા મળી રહી છે.

Photos / PM મોદીની વારાણસી મુલાકાતનો ઉત્સાહ, ભગવા કપડામાં પહોંચેલા મુસ્લિમોએ લગાવ્યા મોદી-મોદીના નારા

Round Up 2021 / કભી ખુશી કભી ગમ….આ વર્ષની સૌથી મોટી ઘટનાઓ, જે હંમેશા દરેકને રહેશે યાદ

Round Up 2021 /  જિંદગીની બાજી હાર્યા આ રાજકારણી, રાજકીય ચોસર સાથે દુનિયાથી લીધી ચીર