ભાવ વધારો/ 2 દિવસના વિરામ બાદ ફરી આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા, જાણો નવા ભાવ

બે દિવસના વિરામ બાદ  આજે  ફરીથી શુક્રવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લિટર દીઠ અનુક્રમે 27 પૈસા અને 30 પૈસા વધારો કર્યો છે. ઇન્ડિયન ઓઇલ વેબસાઇટ અનુસાર દિલ્હી, મુંબઇ, કોલકાતા અને ચેન્નાઈમાં પેટ્રોલના ભાવમાં અનુક્રમે 27 પૈસા, 26 પૈસા, 26 પૈસા અને 24 પૈસાનો વધારો […]

Business
Untitled 24 2 દિવસના વિરામ બાદ ફરી આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા, જાણો નવા ભાવ

બે દિવસના વિરામ બાદ  આજે  ફરીથી શુક્રવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લિટર દીઠ અનુક્રમે 27 પૈસા અને 30 પૈસા વધારો કર્યો છે. ઇન્ડિયન ઓઇલ વેબસાઇટ અનુસાર દિલ્હી, મુંબઇ, કોલકાતા અને ચેન્નાઈમાં પેટ્રોલના ભાવમાં અનુક્રમે 27 પૈસા, 26 પૈસા, 26 પૈસા અને 24 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. બીજી બાજુ ડીઝલને અનુક્રમે 28 પૈસા, 30 પૈસા, 28 પૈસા અને 26 પૈસા પ્રતિ લિટર મોંઘુ કરવામાં આવ્યું છે. 

 

નવા ભાવ વધારા સાથે ગુજરાતના  આઠ મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 91.80 રૂપિયા પર પહોંચી, જયારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 92.29 રૂપિયા પર પહોંચી છે.ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 92 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત 92.49 રૂપિયા પર પહોંચી છે.રાજકોટમા પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 91.57 રૂપિયા પર , ડિઝલની કિંમત 92.09 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી છે.વડોદરામાં પેટ્રોલની પ્રતિ લિટરે 91.47 રૂપિયા જ્યારે ડિઝલ પ્રતિ લિટરે 91.96 રૂપિયા પર પહોંચી છે.વડોદરામાં પેટ્રોલની પ્રતિ લિટરે 91.47 રૂપિયા જ્યારે ડિઝલ પ્રતિ લિટરે 91.96 રૂપિયા પર પહોંચી છસુરતમાં પેટ્રોલની પ્રતિ લિટરે કિંમત 91.81 રૂપિયા. જ્યારે ડિઝલની કિંમત 92.3 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી છેવડોદરામાં પેટ્રોલની પ્રતિ લિટરે 91.47 રૂપિયા જ્યારે ડિઝલ પ્રતિ લિટરે 91.96 રૂપિયા પર પહોંચી છે.